અમદાવાદ 15 વર્ષ પહેલાં ગુજરાતમાં સરકાર દ્વારા એક એવી યોજના શરૂ કરવામાં આવી જે કરોડો લોકો માટે તારણહાર બની ગઈ છે. 29 ઓગસ્ટ 2007ના રોજ ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવાશરૂ કરવામાં આવી હતી. કોઈપણ વ્યક્તિને કોઈપણ ગંભીર બીમારી હોય કોઈ ઈજા પહોંચે કે પછી કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સી હોય તો વિનામૂલ્યે આ સેવાનો લાભ લઈ શકે છે.
1.37 કરોડ જેટલા ઇમરજન્સી કોલ એક કોલમાં જીવ બચાવવા દોડી આવતી 108 ને છેલ્લાં 15 વર્ષમાં 1.37 કરોડ ઈમરજન્સી કોલ આવ્યાં છે. જેમાંથી અત્યંત ગંભીર સમસ્યાઓથી પીડાતા 12.67 લાખ જેટલા ગુજરાતીઓના જીવ બચાવવામાં સફળતા મળી શકી છે. ગુજરાત રાજ્યના 33 જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાની 800 એમ્બ્યુલન્સ કાર્યરત થઇ છે, 15 વર્ષમાં અંદાજે 1.37 કરોડ જેટલા ઇમરજન્સી કોલ આવ્યા છે.
કોઇપણ જગ્યા હોય મદદે આવવા તૈયારમહત્વનું છે કે ગુજરાતમાં વરસાદી માહોલ દરમિયાન પણ 108 દેવદૂત સાબિત થઇ હતી. વરસાદી માહોલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા 29 હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતાં દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર અમદાવાદ મેટ્રો શહેર હોય કે પછી કોઇ ગામ. ઇજાગ્રસ્ત બિમાર કે ભોગ બનનાર વ્યક્તિ કે પછી સગર્ભા મહિલા હોય આ તમામને હોસ્પિટલ પહોંચાડીને પ્રાથમિક સારવાર આપવાનું કાર્ય કર્યું છે.