ગુજરાત

gujarat

ETV Bharat / city

સુએજ લાઇન સાથે એફ્લૂએન્ટ લાઇન જોડવા મામલે હાઇકોર્ટે GCCIને ખખડાવ્યું

સાબરમતી નદીમાં પ્રદૂષણ (pollution in sabarmati river) ફેલાવવા મામલે સુઓમોટો સુનાવણી (suo moto hearing)માં ગુજરાત હાઇકોર્ટે (gujarat high court) આજે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ (gujarat chamber of commerce)ને ફટકાર લગાવી હતી. કોર્ટે GCCIને સવાલ કર્યો હતો કે, શું તમે સુએજ લાઇન (sewage line) સાથે એફ્લૂએન્ટ લાઇન (effluent line) જોડી? તમને આ માટેની મંજૂરી કોણે આપી?

સુએજ લાઇન સાથે એફ્લૂએન્ટ લાઇન જોડવા મામલે હાઇકોર્ટે GCCIને ખખડાવ્યું
સુએજ લાઇન સાથે એફ્લૂએન્ટ લાઇન જોડવા મામલે હાઇકોર્ટે GCCIને ખખડાવ્યું

By

Published : Nov 24, 2021, 7:53 PM IST

  • સાબરમતી નદીના પ્રદૂષણ મામલે કોર્ટમાં GCCIની રજૂઆત
  • ઔદ્યોગિક એકમો તરફથી ધમકીઓ મળી રહી હોવાની રજૂઆત
  • આગામી 3 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે

અમદાવાદ: સાબરમતી નદીમાં પ્રદૂષણ (pollution in sabarmati river) ફેલાવવા સામે ગુજરાત હાઇકોર્ટ (gujarat high court)માં ચાલતી સુઓમોટો સુનાવણીમાં આજે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ (gujarat chamber of commerce) તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે મનપા એફ્લૂએન્ટ લાઇન (effluent line)ના કનેક્શન દૂર કરવાની સાથે ઔદ્યોગિક એકમના ડ્રેનેજ લાઇન (Drainage line) પણ કાપી રહી છે. જો કે હાઇકોર્ટે આ રજૂઆતની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, મનપા (ahmedabad municipal corporation) એવું નથી કરતી.

સુએજ લાઇન સાથે એફ્લૂએન્ટ લાઇન જોડવાની મંજૂરી કોણે આપી?

આ ઉપરાંત કોર્ટની કાર્યવાહીમાં દખલગીરી કરનારાઓ સામે કોર્ટે ઉગ્ર વલણ અપનાવ્યું હતું. કોર્ટે GCCIને સવાલ કર્યો હતો કે, શું તમે સુએજ લાઇન સાથે એફ્લૂએન્ટ લાઇન જોડી? તમને આ માટેની મંજૂરી કોણે આપી? મંજૂરી આપનારાઓને તાત્કાલિક અહીં હાજર કરો. હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા (justice j b pardiwala) અને વૈભવી નાણાવટીની ખંડપીઠમાં આ મેટર મેન્સનિંગ માટે આવી હતી.

સાબરમતી નદી 'ડેડ રિવર' થઈ ચૂકી છે

કોર્ટે તેની કાર્યવાહીમાં દખલગીરી ન કરવા સૂચના આપી જણાવ્યું હતું કે, તમે કરોડો રૂપિયાની સિસ્ટમને બરબાદ કરી નાંખી છે. ઔદ્યોગિક એકમોનું પાણી CEPTમાં જવું જોઈએ, નહીં કે પબ્લિક સુએજ લાઈનમાં. કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, તમે કોર્ટની પ્રોસિજરમાં દખલ ન કરશો, નહીં તો તમારી સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી થશે. એકવાર સાબરમતી નદીને જુઓ. આજે તે 'ડેડ રિવર' થઈ ચૂકી છે.

ધમકાવનારાઓના નામ આપો, અમે પોલીસ ફરિયાદ કરીશું

જસ્ટિસ જે.બી પારડીવાલાએ મનપાને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે દરેક ગેરકાયદે કનેક્શનને દૂર કરવામાં આવે. આ સામે મનપાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમને દરરોજ ઔદ્યોગિક એકમો તરફથી ધમકીઓ મળી રહી છે પણ છતાં અમે કામગીરી ચાલું રાખી છે. દરરોજના 10થી 12 કનેક્શન દૂર કરવામાં આવી રહ્યા છે. આ સામે કોર્ટે કહ્યું હતું કે, તમે અમને ધમકાવનારાઓના નામ આપો; અમે તેમની સામે પોલીસ ફરિયાદ કરીશું.

ઇકોલોજીના ભોગે સાબરમતી નદી પ્રદૂષિત થઈ રહી છે

કોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે, આજે હજારો કિલોમીટર લાંબી સાબરમતી નદી પ્રદૂષિત થઈ ચૂકી છે. તેનું મૂલ્ય કોણ ચૂકવશે? તમામ ગેરકાયદે લાઇનોને દૂર કરવાની છે. આ કામગીરી લોકો માટે, આમ જનતા માટે કરવાની છે. આ કામગીરી આપણી આવનારી પેઢી માટે કરવાની છે.

આ પણ વાંચો: નોનવેજની લારીઓ હટાવવાનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો, આગામી સમયમાં થઈ શકે છે સુનાવણી

આ પણ વાંચો: ગુજ. હાઇકોર્ટે ધોરાજી નગરપાલિકાની ઝાટકણી કાઢી, 9 ડિસેમ્બર સુધી કાર્યવાહી શરૂ કરવાનો આપ્યો સ્પષ્ટ આદેશ

ABOUT THE AUTHOR

...view details