ગુજરાત

gujarat

ETV Bharat / city

NIAના કેસ માટે અલગ કોર્ટની રચના કરવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી, કેન્દ્ર સરકારને કરી ટકોર - ગુજરાત હાઇકોર્ટે માંગણી ફગાવી

NIAના કેસો (NIA Cases) માટે સિવિલ સેશન્સ કોર્ટ (Civil Sessions Court)માં 2 જજની નિમણૂક કરવા માટેની અરજી ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) ફગાવી દીધી છે. NIAમાં હાલમાં 12 જ કેસ ચાલતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

NIAના કેસ માટે અલગ કોર્ટની રચના કરવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી, કેન્દ્ર સરકારને કરી ટકોર
NIAના કેસ માટે અલગ કોર્ટની રચના કરવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી, કેન્દ્ર સરકારને કરી ટકોર

By

Published : Nov 23, 2021, 8:28 PM IST

  • NIAના કેસો માટે 2 જજની નિમણૂકની અરજી હાઇકોર્ટે ફગાવી
  • હાલમાં NIAના માત્ર 12 જ કેસ હોવાથી અલગ કોર્ટની જરૂર નહીં
  • છેલ્લા 3 મહિનામાં એક સાક્ષી તપાસવામાં આવ્યો

અમદાવાદ: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (National Investigation Agency)ના કેસો માટે સિટી સિવિલ સેશન્સ કોર્ટ (City Civil Sessions Court)માં અલગથી 2 જજની નિમણૂક કરવા માટે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં કરાયેલી અરજીને કોર્ટે ફગાવી હતી. કોર્ટે અહીં નોંધ્યું હતું કે, હાલ NIAના માત્ર 12 કેસ ચાલતા હોવાથી અલગ કોર્ટ રચવાની કોઈ જરૂર જણાતી નથી.

નવી કોર્ટ રચવાની જરૂર નહીં

ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે સેશન્સ કોર્ટ (Sessions Court)માં NIAના કેસ ચલાવવા માટે ઓછામાં ઓછા 2 ખાસ જજની જરૂર છે. હાલ નરોડા રમખાણ કેસ (Naroda Gam Riot Case)ની સુનાવણી NIAના જજ સંભાળી રહ્યા છે, જેના કારણે NIAના કેસો માટે સમય મળતો નથી અને સમયસર કેસ ચાલતા નથી. જો કે આની સામે જસ્ટિસ જે. બી. પારડીવાલા (Justice J.B. pardiwala)ની ખંડપીઠે નોંધ કરી હતી કે આ માટે નવી કોર્ટ રચવાની જરૂર જણાતી નથી, કારણ કે હાલ NIAના માત્ર 12 જ કેસ છે.

કેન્દ્ર સરકારે કરી રજૂઆત

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે (central government) રજૂઆત કરી હતી કે છેલ્લા 3 મહિનામાં એક સાક્ષી તપાસવામાં આવ્યો છે અને 47ને ઉમેરવાના છે, જેમાં 6 માસનો સમય જાય તેમ છે. અહીં હાઈકોર્ટે ટકોર કરી હતી કે, આ સાક્ષીઓને તપાસવામાં લાંબો સમય જશે. આ સ્થિતિમાં કેસના આરોપીઓને જામીન પર છોડીએ તો NIAને શું વાંધો છે?

NIAના કેસની સુનાવણીમાં વિલંબ કેમ?

બીજી તરફ હાઇકોર્ટની ખંડપીઠના આદેશ બાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજે (Principal District Judge) આપેલા રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, હાલ નરોડા ગામ તોફાનના કેસની સુનાવણીમાં વ્યસ્ત હોવાથી NIAના કેસની સુનાવણીમાં વિલંબ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: રાજ્યમાં કતલખાનાઓમાં ધારા ધોરણોનું પાલન ન થવાને લઈ હાઇકોર્ટમાં કરાઇ અરજી, 22 ડિસેમ્બરે યોજાશે સુનાવણી

આ પણ વાંચો: અમદાવાદ સહીત દેશના 40 સ્થળોએ ITના દરોડા, એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર ત્રાટક્યું ડિપાર્ટમેન્ટ

ABOUT THE AUTHOR

...view details