ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ GTUમાં 27 જાન્યુઆરીના રોજ 11મો પદવીદાન સમારોહ યોજાશે - 11મો પદવીદાન સમારોહ યોજાશે

અમદાવાદ ખાતે આવેલ સાયન્સ સીટીમાં આવતી કાલે તારીખ 27ના રોજ GTU(Gujarat Technological University)નો 11મો પદવીદાન સમારોહ(GTU to host 11th Graduation Ceremony) યોજાવા જઇ રહ્યો છે, તો જાણો આ કાર્યક્રમમાં કેટલા લોકો રહેશે અને શું હશે શું હશે સંપુર્ણ હશે કાર્યક્રમ તે અંગે માહિતી મેળવો.

અમદાવાદ GTUમાં 27 જાન્યુઆરીના રોજ 11મો પદવીદાન સમારોહ યોજાશે
અમદાવાદ GTUમાં 27 જાન્યુઆરીના રોજ 11મો પદવીદાન સમારોહ યોજાશે

By

Published : Jan 26, 2022, 7:03 PM IST

અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(Gujarat Technological University)નો 11મો પદવીદાન સમારંભ(GTU to host 11th Graduation Ceremony) તારીખ 27 જાન્યુઆરીના રોજ વિજ્ઞાનભવન, સાયન્સસિટી ખાતે યોજાશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને જીટીયુના ચાન્સેલર આચાર્ય દેવવ્રતજી, શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી પદવીદાન સમારંભના મુખ્ય અતિથિ અને ઝાયડસ કેડિલાના મેનેજીંગ ડિરેક્ટર પંકજભાઈ પટેલ રહેશે ઉપસ્થિત.

આ પણ વાંચો : વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પહેલી પસંદ GTU ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી

રાજ્યપાલના હસ્તે પદવીદાન સમારંભને ખુલ્લો મૂકાશે

GTUના11માં પદવીદાન સમારંભમાં જુદા-જુદા વિભાગના અંદાજે 59,495 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જેમાંથી 144 વિદ્યાર્થીઓ અને 1 સ્ટાર્ટઅપકર્તાને ગૉલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમામાં 150 લોકો ઓફલાઇન હાજર રહેશે. GTUની પરંપરા મુજબ નવીન સાહસને પ્રોત્સાહન આપવા બાબતે શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કર્તાને આ વર્ષે પણ ગૉલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને પદવીદાન સમારંભ યોજવામા આવશે.

આ પણ વાંચો : તમામ અફઘાન વિદ્યાર્થી અહીં સુરક્ષિત છે : GTU કુલપતિ નવીન શેઠ

ABOUT THE AUTHOR

...view details