ગુજરાત

gujarat

ETV Bharat / city

GTUના વિદ્યાર્થીઓએ 2 યુનિટ લાઈટ બિલના ખર્ચમાં 80 કિમી ચાલતું ઈલેક્ટ્રીક બાઈક બનાવ્યું - બાઈક

સામાન્ય લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને GTUના GSMS ખાતે ઈનોવેશન એન્ટરપ્રિન્યોરશિપમાં અભ્યાસ કરતાં અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયા નામના બે વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કર્યું છે.

GTUના વિદ્યાર્થીઓએ 2 યુનિટ લાઈટ બિલના ખર્ચમાં 80 કિમી ચાલતી ઈલેક્ટ્રીક બાઈક બનાવ્યું
GTUના વિદ્યાર્થીઓએ 2 યુનિટ લાઈટ બિલના ખર્ચમાં 80 કિમી ચાલતી ઈલેક્ટ્રીક બાઈક બનાવ્યું

By

Published : Feb 22, 2021, 7:08 PM IST

  • GTUના વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈક બનાવ્યું
  • બાઈક 2 યુનિટ લાઈટ બિલના ખર્ચમાં 80 કિ.મી. સુધી ચાલી શકે છે
  • આગામી ભાવી પેઢી માટે સૌરઉર્જા અને વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધારવા માટે ભર્યું પગલું

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં પુન: અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતોના વપરાશમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. જેના કારણે આગામી પેઢી માટે પુન: અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતના વપરાશનો વૈકલ્પીક સ્ત્રોત મેળવવો ખૂબ જ આવશ્યક છે. સૌરઉર્જા જેવા પુન:પ્રાપ્ય અને અન્ય વૈકલ્પિક સ્ત્રોતનો વપરાશ સમગ્ર માનવસૃષ્ટીના જીવનચક્ર માટે પણ ફાયદાકારક છે. આ હેતુસર, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (GSMS) ખાતે ઈનોવેશન એન્ટરપ્રિન્યોરશિપમાં અભ્યાસ કરતાં અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયા નામના બે વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કર્યું છે.

ઈલેક્ટ્રીક બાઈક આ રીતે બનાવવામાં આવી છે

સામાન્ય લોકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કરાયું. છેલ્લા 6 વર્ષથી રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું, જે આટલાં વર્ષો બાદ સફળ થયું છે. દરેક વ્યક્તિને આર્થિક રીતે પરવડી શકે અને પ્રદૂષણ રહીત આ ઈલેક્ટ્રીક બાઈકનું રૂપાંતરણ કોઈ પણ પેટ્રોલ બાઈકમાંથી 3થી 4 દિવસના સમયમાં 15થી 20 હજારના ખર્ચમાં કરાવી શકાય છે. જેમાં 4 લેટએસિડ અને લિથિયમની 2 કુલ મળીને 6 બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 90 મિનિટના સમયગાળામાં ફૂલ ચાર્જીંગ કરેલી બેટરીથી 0.25 પૈસા/કિમીની એવરેઝથી 80 કિમી સુધીનો પ્રવાસ કરી શકાય છે. જેનો ખર્ચ માત્ર 2 યુનિટ લાઈટ બિલના 12થી 20 રૂપિયા જેટલો થાય છે. આ બેટરી 2000 વખત ચાર્જીંગ કરી શકાય છે. વધુમાં પેટ્રોલથી સંચાલિત બાઈકમાં પ્રતિ કિમી 500 ગ્રામ કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડનું ઉત્સર્જન થતું હોય છે. જ્યારે 10થી 12 ડેસીબલની માત્રામાં ધ્વની પ્રદૂષણ ફેલાય છે. જ્યારે ઈલેક્ટ્રીક કન્વર્ઝન બાઈકમાં હવાનું પ્રદૂષણ થતું નથી, માત્ર 3થી 6 ડેસીબલની માત્રામાં જ અવાજ થતો હોવાથી 70 ટકાથી પણ ઓછી માત્રામાં ધ્વની પ્રદૂષણ થતું જોવા મળે છે.

આગામી સમયમાં ટ્રેક્ટર, રિક્ષા અને કાર પણ બનાવાશે

ઉપકરણોનો વપરાશ ના હોવાને કારણે બાઈકમાંથી તેને દૂર કરવામાં આવે છે. પરતું બાઈકનું બેલેન્સ પણ જળવાઈ રહે તે હેતુસર, તેનું વજન અન્ય બાઈકની સમકક્ષ જ 100થી 150 કિલોગ્રામ રાખવામાં આવે છે. ગેરલેસ ઈલેક્ટ્રીક બાઈક 60થી 120 કિમી/કલાકની ઝડપ ધરાવે છે. આગામી સમયમાં ટ્રેક્ટર, રિક્ષા, ઈલેક્ટ્રીક સાઈકલ અને કાર પણ વિકસાવવા માટેના રિસર્ચ ચાલુ છે. હાલની તારીખમાં દરેક ઓટોમોબાઈલ્સ કંપનીની તમામ પ્રકારની બાઈકની કન્વર્ઝન ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં બજારમાં પણ ઉપલબ્ધ થાય તે માટેના સંપૂર્ણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે GTUના કુલપતિએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details