ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્વદેશી માઈક્રો પ્રોસેસિંગ ચેલેન્જમાં GTU એ ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કર્યું - GTU ranked in the top 10 in the Indigenous Micro Processing Challenge

દેશમાં સંશોધન ક્ષેત્રે સર્વોચ્ચ સંસ્થામાં સ્થાન પ્રાપ્ત કરનાર અને NIRF 2021માં જેનો પ્રથમ નંબર છે તેવી બેંગ્લોરની ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ દ્વારા ‌તાજેતરમાં યોજવામાં ‌આવેલા ઇલેક્શનમાં પશ્ચિમ ‌ઝોનમાં સૌથી વધુ મત મેળવ્યા હતા. ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના (જીટીયુ) કુલપતિ પ્રો. ‌ડૉ.નવીન શેઠને‌ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

સ્વદેશી માઈક્રો પ્રોસેસિંગ ચેલેન્જમાં GTU એ ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કર્યું
સ્વદેશી માઈક્રો પ્રોસેસિંગ ચેલેન્જમાં GTU એ ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કર્યું

By

Published : Sep 19, 2021, 10:42 PM IST

  • સ્વદેશી માઈક્રો પ્રોસેસીંગ ચેલેન્જમાં જીટીયુ ઈન્ક્યુબેટર્સના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટે ટોપ-10માં સ્થાન પ્રાપ્ત કર્યું
  • સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સ્વચ્છ ભારત અભિયાનને વેગ મળશે
  • જીટીયુના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠને‌ સમર્થન આપીને વિડ્રો કર્યું હતું

અમદાવાદ- દેશમાં સંશોધન ક્ષેત્રે સર્વોચ્ચ સંસ્થામાં સ્થાન પ્રાપ્ત કરનાર અને NIRF 2021માં જેનો પ્રથમ નંબર છે તેવી બેંગ્લોરની ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ દ્વારા ‌તાજેતરમાં યોજવામાં ‌આવેલા ઇલેક્શનમાં પશ્ચિમ ‌ઝોનમાં સૌથી વધુ મત મેળવ્યા હતા. ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના (જીટીયુ) કુલપતિ પ્રો. ‌ડૉ.નવીન શેઠને‌ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. IISC સર્વોચ્ચ સત્તા મંડળ જેને કોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

95 ટકા જેટલું પાણી પુન:ઉપયોગમાં પણ લઈ શકાશ

મીનીસ્ટ્રીઝ ઑફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી આયોજીત સ્પર્ધામાં 6169 ટીમમાંથી 6ઠ્ઠા નંબરે સ્થાન પ્રાપ્ત કરનાર ગુજરાતની એકમાત્ર ટીમ છે. ઘરગથ્થુ વપરાશથી ઉત્પન્ન થતાં રાસાયણિક કચરાનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સ્વચ્છ ભારત અભિયાનને વેગ મળશે અને 95 ટકા જેટલું પાણી પુન:ઉપયોગમાં પણ લઈ શકાશે.

આગામી દિવસોમાં પશ્ચિમ ‌ઝોનના કુલપતિઓનું પ્રતિનિધિત્વ જીટીયુના કુલપતિ કરશે

એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી તરફથી પશ્ચિમ ઝોનના કુલપતિઓના પ્રતિનિધિ તરીકે સૌથી વધુ મત મેળવી આગામી દિવસોમાં પશ્ચિમ ‌ઝોનના કુલપતિઓનું પ્રતિનિધિત્વ જીટીયુના કુલપતિ કરશે. દક્ષિણ ઝોનમાંથી યુનિવર્સિટીના રંજીતા કુલકર્ણી અને ઉત્તર ઝોનમાંથી અંકુર કુલકર્ણીને AIU તરફથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં કુલ 11 કુલપતિઓએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે‌ નોમિનેશન ભર્યું હતું, પરંતુ તેઓએ જીટીયુના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠને‌ સમર્થન આપીને વિડ્રો કર્યું હતું. AIUના મેમ્બર સેક્રેટરી ડૉક્ટર પંકજ મિતલ સહિત જીટીયુના તમામ‌ કર્મચારીઓ દ્વારા કુલપતિને‌ આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

સુએજ લાઈનમાં જો કોઈ પણ જગ્યાએ બ્લૉકેજને જાણીને દૂર કરાશે

સુએજ લાઈનમાં જો કોઈ પણ જગ્યાએ બ્લૉકેજ હોય તો પણ તેને જાણીને દૂર કરી શકાય છે. મશીન લર્નિંગનો ઉપયોગ થયેલ હોવાથી પ્લાન્ટનું સંચાલન સત્વરે અને આર્થિક રીતે પરવડે તે રીતે કરી શકાશે. આ ઉપરાંત ડિજીટલ ઉપકરણથી પણ તેનું સંચાલન કરવા માટે જે –તે સ્થળ પર હાજર રહેવું આવશ્યક નથી.

ABOUT THE AUTHOR

...view details