અમદાવાદઃ GTUએ શ્રેષ્ઠ ટેક ગુરૂ એવોર્ડ 2020ની અરજી અધ્યાપકો પાસેથી મંગાવી છે. આ અંગે GTUના કુલપતિ ડૉ. નવીન શેઠે જણાવ્યું કે, ટેકનોલોજીના વિકાસના પાયામાં GTU સંલગ્ન તમામ અધ્યાપકોનો સિંહ ફાળો છે. GTU રાજ્યની સૌ પ્રથમ યુનિવર્સિટી છે. જે ટેક ગુરૂ એવોર્ડ આપીને શ્રેષ્ઠ અધ્યાપકોને સન્માનિત કરે છે.
GTU અધ્યાપકોને ‘શ્રેષ્ઠ ટેક ગુરૂ’ એવોર્ડ આપશે
ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીને રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી બનાવવા માટે GTU સંલગ્ન અધ્યાપકોએ મોટા ફાળો આપ્યો છે, ત્યારે 2019થી GTUએ આવા અધ્યાપાકોને ટેક ગુરૂ એવોર્ડ આપવાની શરૂઆત કરી છે. જે અંતર્ગત વર્ષ 2020ના એવોર્ડ માટે વિવિધ શાખાના અધ્યાપાકો પાસેથી અરજી મંગાવવામાં આવી છે.
રાજ્યમાં ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસારમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનું નામ અગ્ર સ્થાને છે. 450થી પણ વધારે સંલગ્ન કૉલેજ અને 17 હજારથી પણ વધારે ફેકલ્ટી ધરાવે છે. આ યુનિવર્સિટીના એન્જીનીયરીંગ, ફાર્મસી, મેનેજમેન્ટ અને આર્કિટેક્ચરના ડિપ્લોમાથી લઈને માસ્ટર સુધીના તમામ અભ્યાસક્રમની દરેક શાખાના અધ્યાપકોને કુલ 10 કેટેગરીમાં 15 એવોર્ડ આપીને સન્માનિત કરશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, પસંદગી પામેલાા અધ્યાપકોને 5 સપ્ટેમ્બરના રોજ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.