ગુજરાત

gujarat

ETV Bharat / city

GTUનો નિર્ણય: વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા અગાઉ ફરજિયાત વેક્સિન લેવી પડશે - વેક્સિનેશન ન્યૂઝ

GTU દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં પરીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. GTU દ્વારા પરીક્ષાર્થીઓ માટે વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા અગાઉ ફરજિયાત વેક્સિન લેવી પડશે
વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા અગાઉ ફરજિયાત વેક્સિન લેવી પડશે

By

Published : Apr 22, 2021, 7:02 PM IST

  • વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સિન ફરજીયાત કરાઈ
  • આગામી શૈક્ષણિક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા અગાઉ વેક્સિન ફરજીયાત
  • 1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના તમામ વિદ્યાર્થીઓએ લેવી પડશે વેક્સિન

અમદાવાદ: સમગ્ર વિશ્વ કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(GTU) દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી શૈક્ષણિક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ કે જે 1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સિન લેવી ફરજીયાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:અમદાવાદના GTU કેમ્પસમાં કોરોના વિસ્ફોટ

વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય

આ સંદર્ભે GTUના કુલપતિ ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, GTUમાં મોટા પ્રમાણમાં યુવા વિદ્યાર્થીઓની સંખ્યા છે. કોવિડ-19ના સમયમાં તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને અભ્યાસમાં પણ કોઈ પ્રકારની હાનિ ન થાય તે હેતુસર વિદ્યાર્થીના હિતને કેન્દ્ર સ્થાને રાખીને આ નિર્ણય લેવાયો છે. આ સંદર્ભે GTU દ્વારા સંલગ્ન કૉલેજોને પણ પરીપત્ર જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, 18 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓના વેક્સિનેશન પછી જ આગામી શૈક્ષણિક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા ફોર્મ ભરી શકશે.

ABOUT THE AUTHOR

...view details