- ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટીની પરીક્ષા મોકૂફ
- 16 એપ્રિલે યોજાવાની હતી પરીક્ષા
- હવે ઓનલાઇન પરીક્ષા MCQ આધારે લેવાશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્ર્મણ વધતા ગુજરાત યુનિવર્સીટી અને GPSCએ પોતાની પરીક્ષાઓ રદ કરી અથવા તો પાછળ ઠેલવી છે. ત્યારે GTU એ પણ 16 એપ્રિલે લેવાનારી પરીક્ષાને મોકૂફ કરી છે. આગામી સમયમાં ઓનલાઈન પરીક્ષા લેવાશે.
આ પણ વાંચોઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી પરીક્ષાની તારીખોમાં ફેરફાર
આગામી સમયમાં ટાઈમટેબલ GTUની વેબસાઈટ ઉપર મુકાશે
આગામી સમયમાં ઓનલાઈન પરિક્ષા લેવામાં આવશે તે અંગેનું ટાઈમ ટેબલ GTUની વેબસાઇટ પર મૂકવામાં આવશે. હાલ GTU દ્વારા પરિક્ષા મોકૂફ રાખવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વળી ઓનલાઇન પરિક્ષા પણ MCQ આધારે જ યોજાશે. જેમાં અલગ અલગ વિદ્યા શાખા પ્રમાણે જુદા સમય અને ગુણ મુજબ પરિક્ષા યોજવામાં આવશે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેમેસ્ટર 5 અને 6ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવા NSUIની માગ