ગાંધીનગર: GTUના વિદ્યાર્થીએ સેમેસ્ટર-7માં એક વિષયની પરીક્ષા માટે 7,125 રૂપિયા ફી ભરવી પડી છે. પરીક્ષાની ફી (GTU Examination Fee Controversy) નિયમિત ન ભરતા યુનિવર્સિટી દ્વારા લેટ ફી (GTU Exam Late Fee) લેવામાં આવે છે, પરંતુ GTUના વિદ્યાર્થી પ્રશાંત પટેલે ફાર્મસીના 7માં સેમેસ્ટરનીપરીક્ષામાટે ફોર્મ ભર્યું ત્યારે સમયમર્યાદા પૂરી થઇ હોવાથી 125 રૂપિયા રેગ્યુલર ફી (GTU Regular Fee), 2 હજાર રૂપિયા લેટ ફી અને 5 હજાર રૂપિયા ટર્મ ફી (GTU Term Fee) લેવામાં આવી હતી.
5 હજાર રૂપિયા ટર્મ ફી લેવામાં આવી. આ પણ વાંચો:GTU Short Term Course: GTU દ્વારા બે નવા શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરાયા
2 હજાર રૂપિયા લેટ ફી ભરવી પડી
સેમેસ્ટર-7ના એક વિષય માટે 7,125 રૂપિયા પરીક્ષા ફી પ્રશાંતે ભરવી પડી છે. GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, UGCના નોમ્સ મુજબ ડિપ્લો (ugc guidelines for diploma and degree)માં 6 વર્ષમાં અને ડીગ્રી 7 વર્ષમાં પૂરી કરવાની રહે છે, પરંતુ પ્રશાંતે ફાર્મસી માટે 7 વર્ષ કરતા વધુ સમય લીધો હતો, જેથી 5 હજાર રૂપિયા ટર્મ ફી અને ટર્મ પૂરી થયા બાદ ફોર્મ ભરતા 2 હજાર લેટ ફી અને 125 રૂપિયા પરીક્ષા ફી ભરવાની આવી છે.
આ પણ વાંચો:વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પહેલી પસંદ GTU ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી
વિદ્યાર્થી પાસેથી રેગ્યુલર ફી જ લેવી જોઇએ - NSUI નેતા
NSUIના નેતાએ જણાવ્યું કે, GTU દ્વારા આ રીતે ફી ન લેવી જોઈએ. વિદ્યાર્થી મૂળ GTUનો જ છે તો તેને ભણવા માટે તક આપીને રેગ્યુલર ફી જ લેવી જોઈએ. આ પ્રકારે ફી લેવામાં આવે તો વચ્ચેથી ભણવાનું છોડનાર વિદ્યાર્થીઓ ફીના કારણે ફરીથી ભણવાનું ચાલું ન કરી શકે.