સુરત સુરત શહેરમાં દિવસે દિવસે સરકારી નોકરીઓમાં કર્મચારી હોય કે અધિકારીઓ કોઈકને કોઈક રીતે ભ્રષ્ટાચાર કરતા હોય છે. આ ભ્રષ્ટાચારને કારણે સરકારી નોકરીઓમાં ફરજ બજાવતા કર્મચારી કે અધિકારીઓ એસીબીના સંકજામાં આવી જતા હોય છે. તે જ રીતે આજે ફરી એક વખત સુરત ACB એ ફરિયાદીના ફરિયાદને આધારે સુરત સેન્ટ્રલ જીએસટી વિભાગમાં ફરજ બજાવતા સુશીલકુમાર સુંદરપ્રસાદ અગ્રવાલ જેઓ જીએસટી સુપરિન્ટેન્ડન્ટ સેન્ટ્રલ અધિકારી છે. તેમને તેમની જ ઓફિસમાં રૂપિયા 5000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો લાંચિયો PSI : દારૂનો કેસ ન કરવા માગી લાંચ, તો કોણે ઝડપી લીધો જૂઓ
રીફંડના નાણાં પરત મેળવવાની કાર્યવાહી કરવા લાંચની માગણી સુરત એસીબીના સંકજામાં જીએસટી અધિકારી આવ્યાં છે. આ કામના ફરિયાદી ટેક્સ કન્સલટિંગ કામ કરે છે. સાહેદની પેઢીના જીએસટી રીફંડનું કામ સાહેદે ફરિયાદીને સોપેલ છે. જેથી ફરિયાદીએ આ અંગે જરૂરી કાર્યવાહી કરેલ છે. આરોપીએ ફરિયાદીને સંપર્ક કરી તેઓની ઓફિસે બોલાવેલ અને જીએસટી રીફંડના નાણાં પરત મેળવવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે રૂપિયા 5000 લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઇ તો ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જેના આધારે લાંચના છટકું ગોઠવાયું હતું. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 5000ની લાંચની માગણી કરી હતી.