અમદાવાદ: કાપડ ઉપર 5 ટકાને બદલે 12 ટકા GST (GST On Textile Industry) લાગુ કરવાના નિર્ણયને લઈને વિરોધના સૂર ઊઠી રહ્યા છે. અમદાવાદના મસ્કતી કાપડ માર્કેટ મહાજન (ahmedabad maskati kapad market), સિંધી માર્કેટ કાપડ મહાજન (sindhi kapad market ahmedabad), નુતન ક્લોથ માર્કેટ એસોસિએશન (nutan cloth market association ahmedabad), VIP માર્કેટ, કર્ણાવતી માર્કેટ (karnavati market ahmedabad) જેવા અન્ય કાપડના બજારોએ પણ GST દરના વધારા સામે બંધનું એલાન કર્યું છે. આ સાથે જ 30 ડિસેમ્બરના રોજ કાપડના હોલસેલ, સેમિ હોલસેલ ગાર્મેન્ટ અને રિટેલર્સ સમગ્રકાપડ બજાર ર (textile market in gujarat) બંધ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે. શહેરમાં કાપડના જુદા જુદા હોલસેલર રિટેલર વેપારીઓ દુકાન બહાર બંધના પોસ્ટર લગાવી વિરોધ કરી રહ્યા છે.
શું કહે છે મહાજનના પ્રેસિડેન્ટ?
મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગતે ETV ભારતને જણાવ્યું હતું કે, અગાઉ GST પહેલા કાપડ ઉપર ટેક્સ લાગતો નહતો, પરંતુ GST આવ્યા બાદ 5 ટકાનો ટેક્સ લાદવામાં આવ્યો. છતાં વેપારીઓ તેની સાથે એડજસ્ટ કરી રહ્યા હતા. હવે 12 ટકા GSTનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સામે અમારી સરકાર પાસે માંગણી છે કે, 12 ટકા GSTનો નિર્ણય રદ કરવામાં આવે.
સૂત્રોચાર સાથે કરવામાં આવશે વધારો