અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા પોતાના મુસાફરોમાં કોરોના વાયરસ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કોરોના વાઇરસ અંગેની પત્રિકાઓ મુસાફરોમાં વહેંચવામાં આવી રહી છે, તો બીજી તરફ એસ.ટી બસો પર પણ આ વાઇરસ અંગેના જાગૃતિના પોસ્ટર લગાવવામાં આવી રહ્યાં છે. એસટી તંત્ર પોતાના ડ્રાઇવર અને કન્ડકટરોને પણ કોરોનાથી બચાવની સૂચનાઓ આપી રહ્યાં છે અને માસ્ક પહેરવા જણાવી રહ્યું છે.
અમદાવાદ ST તંત્રે પોતાના કર્મચારીઓને આપી કોરોના ટાળવાની તાલીમ - અમદાવાદ
પબ્લિક ટ્રાન્સપોર્ટના મોટા આધાર સમી એસટી બસોમાં લાખો લોકો પ્રવાસ કરે છે ત્યારે કોરોના વાયરસ સંક્રમણથી તેઓને બચાવવા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વિશેષ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. જેમાં લોકોને સમજાવવામાં ડ્રાયવર-કન્ડક્ટર પણ મદદ કરી શકે તેથી તેઓને કોરોનાથી બચાવની તાલીમ આપવામાં આવી છે.
![અમદાવાદ ST તંત્રે પોતાના કર્મચારીઓને આપી કોરોના ટાળવાની તાલીમ એસટી તંત્રે પોતાના કર્મચારીઓને આપી કોરોના ટાળવા તાલીમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6455725-thumbnail-3x2-gsrtcawareness-7209112.jpg)
એસટી તંત્રે પોતાના કર્મચારીઓને આપી કોરોના ટાળવા તાલીમ
અમદાવાદ ST તંત્રે પોતાના કર્મચારીઓને આપી કોરોના ટાળવાની તાલીમ
રાજ્યના મોટા બસ સ્ટેન્ડ પર ડૉક્ટરોની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે. જે મુસાફરોને કોરોનાથી બચવાના ઉપાયો સૂચવે છે. સાથે જ હેન્ડ સેનેટાઈઝર દ્વારા મુસાફરોના હાથને જંતુમુક્ત રાખવામાં પણ સહાયરૂપ થઈ રહ્યાં છે. એસટી નિગમના અધિકારીનું કહેવું હતું કે મુસાફરો પણ કોરોના સામે જાગૃત બની ગયાં છે અને તે પણ ભીડવાળી જગ્યાએ મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે.