ગાંધીનગરઃ કોરોનાકાળ બાદ લગભગ 2 વર્ષ પછી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે હવે આ પરીક્ષાનું પરિણામ આજે (17 મે)એ સવારે 10 વાગ્યે જાહેર થવાના ખોટા સમાચાર સોશિયલ મીડિયા સહિત અમુક માધ્યમોમાં વહેતા થયા (Board Exam Result Fake News ) હતા. તો આ અંગે કરતા આ પરિપત્ર નકલી હોવાનું જાણવા મળ્યું હતું.
આજે નહીં આવે પરિણામ -શિક્ષણ બોર્ડના સચિવે જણાવ્યું હતું કે, આ સમાચાર ખોટા છે. બોર્ડનું પરિણામ આજે (17 મે)એ જાહેર નથી થવાનું. કોઈક અજાણ્યા શખ્સે શાળા અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા આ ખોટો પરિપત્ર વાઈરલ કરાતા હવે બોર્ડે પોલીસ ફરિયાદ કરી છે. આ સાથે બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને વાયરલ પરિપત્ર અંગે સ્પષ્ટતા (Board Exam Result Fake News) કરવામાં આવી છે.
પરિણામ માટે બોર્ડની તૈયારી ચાલુ - શિક્ષણ બોર્ડના સચિવે પરિણામની વાતને અફવા (GSEB Board Clarification on Result) ગણાવી હતી. તેમાં ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના (Gujarat Board of Secondary and Higher Secondary Education) સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું હતું કે, આ ખોટા સમાચાર છે. આજે (17 મે)એ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ બોર્ડનું પરિણામ જાહેર થવાનું નથી. હજી પરિણામ માટે બોર્ડ દ્વારા તૈયારી ચાલુ છે. આ પ્રકારના કોઈ પણ મેસેજ પર વિશ્વાસ રાખો નહીં. જ્યારે પરિણામ જાહેર થવાનું હશે. તે અગાઉ ગુજરાત બોર્ડ દ્વારા જાણ કરવામાં આવશે.