- કેવી છે રાજ્યમાં કોરોનાની સ્થિતિ
- રેમડેસીવીરની કાળાબજારીના કિસ્સા આવ્યા સામે
- સ્મશાનોની સ્થિતિ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં દિવસેને દિવસો કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાંથી હૉસ્પિટલના બેડ ફૂલ હોવાની, રેમડેસિવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ રહી છે. અવાર નવાર સરકાર પર કોરોનાના આંકડા છુપાવવાના આંકડા છુપાવવાનો આક્ષેપ લાગ્યો છે ત્યારે સરકાર સબ સલામત હોવાની વાત કરી રહી છે. સલામતની વાતો કરી રહી છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. સરકારે હૉસ્પિટલની બેડની સંખ્યા એક લાખ કરી છે. સાથે જ ઑક્સિજનના અભાવે કોઇ પણ વ્યક્તિવનો જીવ જાય તેવી સ્થિતિ સર્જાશે નહીં. રાજ્યમાં રિકવરી રેટમાં પણ સુધારો આવ્યો છે તો આ તરફ રાજ્યસરકાર દ્વારા લેવાતા પગલા અંગે હાઇકોર્ટ ઠપકા આપવાના પણ કિસ્સા સામે આવી ચુક્યા છે.
સુરતમાં પણ સ્થિતિ રહી મિશ્ર સ્થિતિ
સુરતમાં આ અઠવાડિયામાં દરરોજ 300 આસપાસ કેસ સામે આવ્યા છે. બારડોલી, માંગરોળ, મહુવામાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યાં છે ત્યારે જિલ્લામાં વેક્સિન ઇન્જેક્શન અને પેરા મેડિકલ સ્ટાફની અછત સર્જાઇ છે. સુરત નેશનલ મિશન કર્મચારીઓ અને અનેક પેરા મેડિકલ સ્ટાફ કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધમાં અને પોતાના છેલ્લા ઘણા વર્ષોથી વણઉકેલાયેલા પ્રશ્નો અંગે હડતાલ કરી રહ્યાં છે. માત્ર સુરત શહેરના 500 ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે ત્યારે શહેર કોંગ્રેસ પણ સુરતના ડૉક્ટરની સાથે ઉભી રહી છે. સુરત કોંગ્રેસે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે જેમાં રેમડેસીવીરના ઇન્જેક્શનની અછત અને RTPCR ટેસ્ટની કિડ ખૂટી પડવાનો ઉલ્લેખ કર્યો છે.. તો આ તરફ સુરતમાં મ્યુકરમાઇકોસિસના કેસ વધી સામે આવી રહ્યાં છે જેના કારણે સુરત સિવિલમાં નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત સુરત મ.પા.ના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે સરકારી હૉસ્પિટલમાં 15 ટકા દર્દીઓ રાજ્ય બહારથી સારવાર માટે આવે છે.
આ પણ વાંચો: રાજ્યના જિલ્લાઓમાં ઑક્સિજનની પુરવઠા અને સ્થિતિ અંગેનો ETV ભારતનો રિયાલીટી ચેક
અમદાવાદમાં પણ ખૂટી પડી ટેસ્ટિંગ કીટ
તો આર્થિક રાજધાની અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં પણ કોરોનાના આંકડા સતત વધતા દેખાઇ રહ્યાં છે. અમદાવાદ શહેરમા ટેસ્ટિંગ કીટ ખૂડી પડવાની ફરિયાદો અનેક વખત ઉઠી છે. શહેરમાં ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે ટેસ્ટિંગ ડોમમાં સવારે 11 વાગે જ ટેસ્ટિંગ કિટ ખૂટી પડી હોય ત્યારે ETV Bharatએ શહેરની વિવિધ હોસ્પિટલ્સની વિવિધ હેલ્પલાઇન અંગે રિયાલીટી ચેક કર્યો હતો. જેમાં શહેરની મોટાભાગની હોસ્પિટલ દ્વારા ફોન રીસીવ કરવામાં ન આવ્યા તો કેટલીક હેલ્પલાઇન નંબર શોભાના ગાંઠિયા સમાન હોવાનું સામે આવ્યું છે. તો આ તરફ શહેરના પંડ્યા બ્રિજ પાસેની સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે મોડી રાત્રે સી બ્લોકમાં ત્રીજા માળે ઓક્સિજન પોર્ટમાંથી લિકેજ થવાની ઘટના બનતી હોય છે. ડૉક્ટરોના સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. ETV BHARAT દ્વારા કોરોના હેલ્પલાઇન અંગે રાજકોટ શહેરમાં પણ એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અથવા તેમના સ્વજનોને વ્યવસ્થિત જવાબ આપવામાં આવી રહ્યા છે. જ્યારે ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓના સગાઓના ફોન પણ ઉપાડવામાં આવી રહ્યા નથી.