ગુજરાત હાઈકોર્ટે 10 હજારના પર્સનલ બોન્ડ પર આરોપી હિન્દુ યુવાનના જામીન મંજૂર કર્યા છે. આરોપી ગૌરવકુમાર ચંદવાનીનું ઓરીજનલ પાસપોર્ટ કંપનીના માલિકે જપ્ત કરી લેતાં સ્વદેશ પરત ફરવા માટે તેમણે ઓમાનમાં બંગાળી એજન્ટ પાસેથી 42 હજાર રૂપિયામાં ફેક પાસપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં તેને પોતાની ઓળખ એક મુસ્લિમ તરીકે રાખી હતી. અબ્દુલ કાદર કુન્હી નામનો પાસપોર્ટ બનાવી દુબઈથી અમદાવાદ આવતાં એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન તે પકડાઈ ગયો હતો, ત્યારબાદ આરોપીએ જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.
આરોપી યુવાન નકલી પાસપોર્ટ સાથે અમદાવાદ એરપોર્ટ પર આવ્યો ત્યારે પાના નંબર - 17, 18, 19 અને 20 ગાયબ હોવાની જાણ થતાં આરોપીને તપાસ માટે ઈમિગ્રેશન અધિકારીને સોંપવામાં આવ્યો હતો. આરોપીના પાસપોર્ટ પર કેલિક્ટનો સિક્કો હોવાથી તેના પર આધિકારીઓને વધું આશંકા થઈ હતી.