અમદાવાદ : સમગ્ર દેશમાં આજે ભગવાન રામની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી(Ram Navami Celebration held In Jagannath Temple) રહી છે. વિવિધ શહેરમાં ભગવાન રામની શોભાયાત્રાનું પણ આયોજન(Procession on occasion of Ram Navami) કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના પ્રખ્યાત જગન્નાથ મંદિર ખાતે પણ રામનવમીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
grand celebration of Ram Navami આ પણ વાંચો - ભાગલપુરમાં રામનવમી નિમિતે અનોખો અને ભવ્ય નજારો મળશે જોવા
રામ જન્મ મહોત્સવની ઉજવણી - જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે, ભગવાન જગન્નાથ મંદિરમાં આજે કોરોનાકાળના બે વર્ષ પછી ભગવાન રામના જન્મ મહોત્સવ ઉજવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભગવાન રામનો જન્મ મહોત્સવ લોકો ધામધૂમથી ઉજવી રહ્યા છે. આજે જગન્નાથ મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન ભજન કીર્તન અને અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - રામનવમી નિમિતે વડોદરામાં ચાર આઇસોલેશન સેન્ટરનો સી. આર. પાટીલે પ્રારંભ કરાવ્યો