- ગ્રેડ પે મામલે વિરોધ કરનાર યુથ કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ
- પોલીસને સરકાર વિરુદ્ધ ભડકાવવાનો કરતા હતાં પ્રયાસ
- શાહીબાગ પોલીસે યુથ કોંગ્રેસના 7 કાર્યકરો વિરુદ્ધ નોંધ્યો ગુનો
અમદાવાદઃ શાહીબાગના વિઠ્ઠલનગર ચાર રસ્તા પાસે યુથ કોંગ્રેસના (youth congress )આગેવાનો અને કાર્યકરો ગ્રેડ પેની માૃગને ( Grade pay issue )લઈને વિરોધ કરી રહ્યાં હતાં. પરંતુ જે પોલીસ માટે વિરોધ શરૂ કર્યો હતો તે પોલીસે જ વિરોધ પ્રદર્શન લાંબુ ચાલે નહીં તે માટે યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. સરકાર દ્વારા ગ્રેડ પેનું આંદોલન તોડવાના પ્રયાસ થઈ રહ્યાં છે.
સરકાર કાર્યવાહી કરશે તો વધુ ઉગ્ર આંદોલન
યુથ કોંગ્રેસે (youth congress ) કહ્યું હતું કે સરકાર આંદોલન કરનાર સામે કાર્યવાહી કરશે તો અમે સરકાર વિરૂદ્ધ ઉગ્ર આંદોલન કરીશું. પોલીસમાં ગ્રેડ પે વધારા ( Grade pay issue ) માટેનું ગાંધીનગરમાંથી શરૂ થયેલું આંદોલન હવે રાજ્યભરમાં પહોંચ્યું છે. અમદાવાદ, સુરત, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, ઇડરમાં બુધવારે પોલીસ કર્મચારીઓના પરિવારો પણ જોડાયા હતાં.