ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે સરકાર પોતે જ ઉઘાડી પડી, અમદાવાદ અને ગાંધીનગર સૌથી વધુ બેદરકાર - ફાયર સેફ્ટી

રાજ્યમાં ફાયરસેફ્ટીને લઈને હાઇકોર્ટમાં કરવામાં આવેલી પિટિશન અંગે આજે સરકારે પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. જેમાં સરકારે ગાંધીનગર અને અમદાવાદ ફાયર સેફટીને લઈને સૌથી વધુ બેદરકાર હોવાનું જણાવ્યું છે. જ્યારે સો ટકા જાગૃતિ રાજકોટમાં સામે આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ફાયર NOC ને લઈને સૌથી વધુ બેદરકારી હોવાનું સામે આવ્યું છે.

હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે સરકાર પોતે જ ઉઘાડી પડીઃ અમદાવાદ અને ગાંધીનગર સૌથી વધુ બેદરકાર
હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે સરકાર પોતે જ ઉઘાડી પડીઃ અમદાવાદ અને ગાંધીનગર સૌથી વધુ બેદરકાર

By

Published : Oct 23, 2020, 6:58 PM IST

  • રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટના અમલ મુદ્દે થયેલી પિટિશનમાં રાજ્ય સરકારે રિપોર્ટ રજૂ કર્યો
  • રિપોર્ટમાં અમદાવાદ અને ગાંધીનગર ફાયર સેફ્ટીને લઈને સૌથી બેદરકાર હોવાનું જણાવ્યું
  • રાજકોટમાં ફાયર સેફ્ટીને લઈને 100 ટકા જાગૃતિ
  • ફાયર NOCને લઈને રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા

    અમદાવાદઃ સરકારે ગુજરાત હાઈકોર્ટમાં આપેલા રિપોર્ટમાં મહાનગરોમાં ફાયર સેફ્ટી એકટના અમલ અંગેના કરેલા દાવાઓમાં છુપાયેલી સચ્ચાઈ સામે આવી રહી છે. આગની ઘટનાઓ બને ત્યારે પહેલી તપાસ ફાયર એનઓસી અને તેને સંબંધિત કાગળીયાની તપાસમાં ધોરણસરની પ્રક્રિયા થયેલી હોય તે સાબિત કરવાનો ભારે પ્રયત્ન કરવામાં આવતો હોય છે. જે શ્રેય હોસ્પિટલ આગ પ્રકરણમાં નગરજનોએ નિહાળ્યું છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી મુ્દે રજૂ કરેલાં રfપોર્ટમાં સામે આવ્યું છે કે અમદાવાદમાં 27,322 ઇમારતોમાંથી 18,912 ઇમારતો પાસે ફાયરનું એનઓસી નથી.
  • જ્યારે ગાંધીનગરમાં 709 ઇમારતોમાંથી 587 ઇમારતો પાસે ફાયર NOC નથી. રાજકોટમાં ફાયરસેફ્ટીના NOCનો રેશિયો સો ટકા છે. રાજકોટમાં NOCની જરૂરિયાત હોય તેવી તમામ 103 ઇમારતો પાસે ફાયર સેફટી NOC છે. સુરતમાં 79,853 માંથી 7,279 ઇમારતો પાસે ફાયર NOC નથી. વડોદરામાં 858 માંથી 68 ઇમારતો પાસે ફાયર noc નથી.
  • આગામી સુનાવણી સોમવારે હાથ ધરાઈ શકે છે

    રાજ્યમાં ફાયર સેફ્ટીમાં થતી બેદરકારીને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમ આજે રાજ્ય સરકારે ચોંકાવનારો રીપોર્ટ રજૂ કર્યો છે. ત્યારે આગામી સુનાવણીમાં હાઇકોર્ટ કેવો નિર્ણય લે છે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details