ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારી વીજ કંપનીઓએ વધાર્યા ભાવ - Gujarat Energy Development Corporation

ગુજરાત ઇલેક્ટ્રિસીટી રેગ્યુલેટરી કમિશન(GERC) દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમને સરકારી વીજળી વાપરતા લોકો પર ફ્યુઅલ સરચાર્જના દસ પૈસાનો વધારો વસૂલ કરવાની મંજૂરી આપી દીધી છે.

સરકારી વીજ કંપનીઓએ વધાર્યા ભાવ
સરકારી વીજ કંપનીઓએ વધાર્યા ભાવ

By

Published : Jul 30, 2021, 4:49 PM IST

  • યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં 10 પૈસાનો વધારો
  • વીજ વપરાશકર્તાઓ પર 88 કરોડનો બોજ
  • હવે ઇલેટ્રિસીટી બિલ વધીને આવશે

અમદાવાદ: ગુજરાતમાં લગભગ 1.40 કરોડ જેટલા લોકો સરકારી વીજ કંપની પાસેથી વીજળી ખરીદે છે. જેમાં ખાસ કરીને મોટા શહેરોને બાદ કરતાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ કંપનીઓ દ્વારા વીજળી પૂરી પાડવામાં આવે છે. ગુજરાત ઇલેક્ટ્રિસીટી રેગ્યુલેટરી કમિશન(GERC) દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમને સરકારી વીજળી વાપરતા લોકો પર ફ્યુઅલ સરચાર્જના દસ પૈસાનો વધારો વસૂલ કરવાની મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો- ટૂંક સમયમાં વીજળી (સુધારા) બિલ માટે કેબિનેટ મંજૂરી મળી શકે

દર વર્ષે ગ્રાહકો પર 1056 કરોડનો બોજ

આ ફ્યુઅલ સરચાર્જના વધારાના કારણે અત્યાર સુધી વસુલાતા ત્રિમાસિક યુનિટ ચાર્જ 1.80થી વધીને હવે 1.90 થઈ ગયો છે. એટલે કે દર વર્ષે ગ્રાહકો પર 1056 કરોડનો બોજ વધશે. મહિને 88 કરોડનું ભારણ વધશે. સરકાર દર વર્ષે એવો દાવો કરે છે કે, તે વીજળીના દરમાં વધારો કરતી નથી, પરંતુ વાસ્તવમાં તેની પોલિસી મુજબ પાછલા બારણેથી ગ્રાહકોના ખિસ્સામાંથી કરોડો રૂપિયા ખંખેરી લે છે.

આ પણ વાંચો- ઘરનું લાખો રૂપિયા વીજળીનું બિલ આવતા શ્રમિકના માથે ફાટ્યુ આભ

ફરી ફ્યુઅલ ચાર્જ વધારાયો

ઉલ્લેખનીય છે કે, 'જર્ક' દ્વારા ફ્યુઅલ સરચાર્જ 2021-22ના વર્ષ માટે યુનિટ 1.59થી વધારીને 1.80 કરાયો હતો. હવે તેમાં પણ સરચાર્જ 10 પૈસા વસુલ થઇ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details