ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી, સરકારી કચેરીઓ અને રાજ્યની અનેક હોસ્પિટલમાં ફાયર NOC નથી - AHMEDABAD

ગુજરાતમાં બનતી આગની ઘટનાઓને લઇને ગુજરાત હાઈકોર્ટમાં (HIGH COUT)દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી થઈ હતી. જેમાં ગુજરાત સરકાર જ સૌથી મોટી ડિફોલ્ટર હોય એવો ખુલાસો થયો છે. પાટનગર ગાંધીનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત સરકારી કચેરીઓમાં પણ  ફાયર NOC નથીઃ હાઇકોર્ટ
ગુજરાત સરકારી કચેરીઓમાં પણ ફાયર NOC નથીઃ હાઇકોર્ટ

By

Published : Jun 1, 2021, 12:35 PM IST

Updated : Jun 1, 2021, 5:28 PM IST

  • રાજ્યના જુદા-જુદા કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા માં મોટો ખુલાસો
  • સરકારી કાર્યાલયો પાસે જ નથી ફાયર સેફટી
  • હાઇકોર્ટમાં થઇ હતી સુનવણી

અમદાવાદઃ ગુજરાતની અનેક હોસ્પિલોમાં લાગેલી આગની ઘટનાઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી થઈ હતી. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનોએ હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં ગુજરાત સરકાર જ સૌથી મોટી ડિફોલ્ટર(Defaulter) હોય એવો ખુલાસો થયો છે. પાટનગર ગાંધીનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે. જૂના અને નવા સચિવાલય તેમજ પોલીસ ભવન જેવી કચેરીઓમાં પણ ફાયર સેફ્ટીનું NOC નથી. તેમજ વડોદરાની 646 હોસ્પિટલ ફાયર NOC વિના ચાલી રહી છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જેવી સંશોધન સંસ્થામાં પણ ફાયર NOC નથી. જો કે, 22 સરકારી ઇમારતોમાં ફાયર એનઓસી છે. જેમાં એસેમ્બલી બિલ્ડિંગ, સ્વર્ણિમ સંકુલ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ4 હોસ્પિટલ પાસે ફાયર NOC ન હોવાથી આણંદ ફાયર વિભાગ દ્વારા અપાઇ નોટિસ

કઇ કઇ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની NOC છે અને ક્યા નથી

આ ઉપરાંત રાજકોટમાં 88 કોવિડ હોસ્પિટલમાંથી 29 હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીનું NOC નથી, જ્યારે અન્ય 269 હોસ્પિટલમાંથી 241 પાસે ફાયર સેફ્ટીનું NOC નથી. જામનગરમાં 19 કોવિડ હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીની NOC છે. જ્યારે અન્ય 110 હોસ્પિટલમાંથી 13 હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી NOC નથી. જૂનાગઢમાં 27 કોવિડ હોસ્પિટલમાંથી 12 પાસે ફાયર સેફ્ટીની NOC નથી. અન્ય 56 હોસ્પિટલમાંથી 19 પાસે ફાયર સેફ્ટીની NOC નથી. જોકે, સૌથી વધુ વડોદરામાં કોવિડ હોસ્પિટલ પાસે ફાયર NOC નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી વિગતો પ્રમાણે વડોદરામાં કુલ 646 હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનું NOC નથી, જેમાંથી 137 જેટલી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃમહેસાણામાં ઉત્તર ઝોન માટે ફાયર NOC કેમ્પ યોજાયો

કયા કયા બિલ્ડિંગમાં નથી ફાયર સેફટી NOC

  • બિરસા મુંડા ભવન
  • નિર્માણ ભવન
  • વસ્તી ગણતરી ભવન
  • જુનો સચિવાલય બ્લોક 1-18
  • એસટીસી સ્ટાફ તાલીમ કોલેજ
  • ગુજરાત જળ કાર્ય વિભાગ
  • નવું સચિવાલય બ્લોક 1-7
  • નવું સચિવાલય બ્લોક 8-14
  • પાટનગર યોજના ભવન
  • સર્કિટ હાઉસ
  • વિશ્રામ ગૃહ
  • દાંડી કુટીર
  • GPSC ભવન
  • પોલીસ ભવન
  • કૃષિ ભવન
  • માધ્યમિક શિક્ષણ બોર્ડ
Last Updated : Jun 1, 2021, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details