ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારની મંજૂરી છતાં સિનેમાઘરો હજું રહી શકે છે બંધ - અનિશ્ચિત

રાજ્ય સરકારે 15 ઓક્ટોબરથી સિનેમાઘરોને ખોલવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ વર્તમાન કોરોનાની પરિસ્થિતિના કારણે અત્યારે કોઈ પણ નવી ફિલ્મના પ્રોડ્યુસર પોતાની ફિલ્મને રિલીઝ કરી રહ્યા નથી.

સરકારની મંજૂરી છતાં હજી સિનેમાઘરો શરૂ થશે કે નહીં તે અનિશ્ચિત
સરકારની મંજૂરી છતાં હજી સિનેમાઘરો શરૂ થશે કે નહીં તે અનિશ્ચિત

By

Published : Oct 14, 2020, 9:45 PM IST

અમદાવાદઃ વર્તમાન પરિસ્થિતના કારણે સિનેમાઘરોમાં છેલ્લા 6 મહિનાથી બંધ હોવાના કારણે નુકસાન થયું છે. તેવા સમયમાં હવે જૂની ફિલ્મો બતાવીને આ સિનેમાઘરો શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. અમદાવાદ મલ્ટિપ્લેક્સ એસોસિએશન અને વાઈડ એંગલ મલ્ટિપ્લેક્સના સંચાલક રાકેશ પટેલે આ અંગે જણાવ્યું કે, હજી 15 તારીખથી થશે કે નઈ તે અનિશ્ચિત છે. કારણ કે, ફિલ્મના ડિસ્ટ્રિબ્યૂટર સાથે વાત ચાલી રહી છે અને ક્યાં ફિલ્મો આવશે તે નક્કી થઈ રહ્યું નથી. આથી 16 અથવા નવરાત્રિના પ્રથમ દિવસથી સિનેમાઘરો શરૂ થશે તેવું જાણવા મળ્યું હતું.

વર્તમાન કોરોનાની પરિસ્થિતિના કારણે લોકો ફિલ્મો જોવા આવશે કે નહીં તે લઈને હજી સિનેમાઘરોના સંચાલકો અસમંજસમાં છે.

ABOUT THE AUTHOR

...view details