- કોરોનાના વધતા જતા કેસ મુદ્દે હાઇકોર્ટનો રાજ્ય સરકારને હુકમ
- સરકાર સાચા અને પારદર્શી આંકડા જાહેર કરે તેવો હાઇકોર્ટનો નિર્દેશ
- 19 એપ્રિલ સુધીમાં વ્યવસ્થા સુનિશ્ચિત કરી સોગંદનામું રજૂ કરવા હુકમ
- 20 એપ્રિલના રોજ થશે આગામી સુનાવણી
અમદાવાદ : લોકોમાં વિશ્વાસ સંપાદિત થાય તે રીતે પારદર્શિતાથી સરકાર આંકડા જાહેર કરવા હાઇકોર્ટે સરકારને જણાવ્યું છે. હાઇકોર્ટે પોતાના આદેશમાં સરકારને જણાવ્યું હતું કે, ખોટી માહિતી આપીને સરકારને કશું જ પ્રાપ્ત ન થયું નથી. લોકોને વિશ્વાસમાં લેવાથી સમસ્યાનું સમાધાન આવી શકશે. આ સાથે હાઇકોર્ટે જણવ્યું હતું કે, સરકારના જવાબદાર અધિકારી કે નેતા રોજ પ્રજાને કોરોનાની સ્થિતિ વિશે સાચી માહિતી જણાવે.
આ પણ વાંચો -કોરોનાને કાબૂમાં લેવા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને કરી સ્ટેન્ડિંગ એડવાઈઝરી કમિટી બનાવવાની માગ