ધાર્મિક સ્થળ પર શ્રદ્ધાળુઓને સારી માળખાગત સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ બોર્ડની રચના કરવામાં આવી હતી. જો કે વર્ષ 1995થી આ યોજના અંતર્ગત કોઈ એક ધર્મના ધાર્મિક સ્થળનો જ સમાવેશ કરવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે મુદ્દે રાજ્ય સરકારના જવાબ બાદ સામાજીક કાર્યકર્તા અને અરજદાર મુજાહિદ નફીસ તરફેએ રિ-જોઈન્ડર સોંગદનામું દાખલ કર્યું હતું. જેમાં બોર્ડમાંથી મળતા ફંડનો ઈસ્લામિક ધાર્મિક સ્થળના વિકાસ કાર્યો માટે ઉપયોગ ન કરાતો હોવાની દલીલ કરવામાં આવી હતી.
અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોંગદનામાં દલીલ કરવામાં આવી છે કે, પવિત્રયાત્રાધામ બોર્ડમાં કોઈપણ ધર્મના લોકોને સામેલ કરાયા નથી. ઈસ્લામિક ધર્મ સ્થળના વિકાસ કાર્યો માટે વિવિધ કલેક્ટર દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ હાઈકોર્ટમાં સરકાર તરફથી જે સોંગદનામું રજૂ કરવામાં આવ્યું જેમાં સરખેજ રોજા, ઈમામશાહ બાવાની દરગાહ સહિતના ઈસ્માલિક ધાર્મિક સ્થળોના વિકાસ માટે દલીલ કરવામાં આવી હતી. પરતું આજ દિવસ સુધી કાંઈ થયું નથી. સરકારની આ નીતિ ગેરકાયદેસર અને મતભેદભરી હોવાની દલીલ કરવામાં આવી હતી.
ગત 21મી જૂનના રોજ પવિત્ર યાત્રાધામ બોર્ડ મુદે રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલા જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ બોર્ડની સ્થાપના પહેલાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ધાર્મિક સ્થળની માળખાગત સુવિધા અને જાળવણીનું કાર્ય કરવામાં આવતું હતું. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન બોર્ડે સરખેજ રોઝામાં લાઈટ અને સાઉન્ડ નિર્માણ માટે 4.5 કરોડ રૂપિયાનું ટેન્ડર કર્યું છે. જેનું કામકાજ થોડા દિવસોમાં શરૂ થશે. તેવી જ રીતે પીરાણા ખાતે ઈમામ શાહ બાવાની દરગાહ, ઉનાવા ખાતે મીરા દાતારની દરગાહ સહિતના સ્થળમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું રજૂ કરાયું છે. પરતું જે તે કલેક્ટર પાસે હજી સુધી આવી કોઈ દરખાસ્ત આવી નથી.