- ચૂંટણી પૂર્ણ, સામાન્ય જનતા પર અધિકારીઓનો માર
- ટેક્સ નહિ ભરનારા લોકો સામે તંત્રની લાલ આંખ
- બાકી કરવેરો નહિ ચૂકવનારા સામે પ્રૉપર્ટી સીલની કાર્યવાહી
અમદાવાદ: શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પુરી થતા જ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરાની ભરપાઈ કરવામાં ના આવતી હોવાથી અને બાકી કરવેરા વસૂલવા પ્રૉપર્ટી સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા ડ્રાઈવ- ઇન સિનેમા રોડ, ગુરુકુળ રોડ, બોડકદેવની 49 અને પશ્ચિમ ઝોનના નવરંગપુરા, પાલડી વિસ્તારમાં આવેલી 141 મળીને 190 જેટલી મિલકતોને સીલ કરી દેવામાં આવી છે.
કેટલી મિલકતો કરાઈ સીલ
ડ્રાઈવ ઇન રોડ, બોડકદેવ રોડ પર આવેલા સિગ્મા 2, યશ કોમ્પ્લેક્સ, ગેલેક્સિ બજારની 12 મિલકતો, હેલ્મેટ સર્કલ રોડ પર રુદ્ર આરકેડ અને કાઇરોસની 17 મિલકતો, ગુરુકુળ રોડ પર ઓક્સફર્ડ ટાવર, શાંતમ કોમ્પ્લેક્સની 9 મિલકતો અને એસજી હાઇવે પર સુમેલ 2, પટેલ એવન્યુ, રુદ્ધ કોમ્પ્લેક્સની 11 મિલકતોની સિલ કરવામાં આવી છે. આ સાથે જ પશ્ચિમ ઝોનમાં પણ ટેક્સ વિભાગ દ્વારા મિલકત વેરો ન ભરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાલડી, ચાંદખેડા, મીઠાખળી, નવરંગપુરા, સાબરમતી, નવા વાડજ, વાડજ સહિતના વિસ્તારમાં આવેલી કુલ 141 જેટલી મિલકતોને ટેક્સ વિભાગ સિલ મારવામાં આવી છે અને આગામી દિવસોમાં આ સિલિગ ઝુંબેશ વધુ સઘન કરાશે.