અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) જેમ નજીક આવી રહી છે. તેમ વિવિધ રાજકીય પાર્ટી પોતાની તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ આ વર્ષે ખાસ કરીને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ જોવા મળી રહ્યું છે. એક બાજુ આમ આદમી પાર્ટી ભાજપના 27 વર્ષનો હિસાબ (BJP Career Performance) માગી રહી છે. ભાજપ દ્વારા પણ જે આમ આદમી પાર્ટી નેતા દ્વારા જે પ્રમાણે હિન્દુ વિરોધી શપથ (Anti Hindu Oath) અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અપશબ્દોબોલવામાં આવ્યા છે. તેને લઈને આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
આમ આદમી પાર્ટી હલકી માનસિકતા ધરાવે છેગોરધન ઝડફિયા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની જ્યારથી રચના થઈ છે. ત્યારથી જ હલકી માનસિકતા ધરાવી રહી છે. જે દેશના વડાપ્રધાન પર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે દેશ માટે અને ગુજરાત માટે ખરાબ કહી શકાય દેશના રાજકારણમાં રાજનીતિક મૂલ્યો અને વિચાર અલગ હોઈ શકે છે. પરંતુ દેશના વડાપ્રધાન માટે આવા શબ્દોનો ઉપયોગ કરવા એ દેશ માટે અપમાનજનક (Vulgar Language Use on Prime Minister) કહી શકાય છે.
દિલ્હીમાં અને ગુજરાતમાં પ્રેસવધુમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા જ તેમના પ્રધાને જાહેર સભામાં હાજરી આપીને હિન્દુ દેવી દેવતાઓના પૂજા વિધિ નહીં કરવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેજરીવાલે કોઈ પગલાં કે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, પરંતુ જ્યારે આ જ ગોપાલ ઇટાલીયાનો જુનો વિડીયો વાયરલ થયો. તે અંગે ગોપાલ ઇટાલીયા બચાવવા માટે (Press in Delhi and Gujarat to save Gopal Italia) દિલ્હીમાં અને ગુજરાતમાં પ્રેસ કરવામાં આવી રહી છે.