- ઓફલાઇન ટિકિટ ખરીદવા લોકો સ્ટેડિયમ પહોંચ્યાં
- ટિકિટ વિન્ડો પર 15 જેટલા કાઉંટર્સ
- 300થી 1000 રૂપિયાની રેન્જવાળી ટિકિટની ખરીદી વધુ
અમદાવાદ: 18 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદ પહોંચી હતી. થોડા આરામ બાદ બીજા દિવસે બપોરથી જ બંને ટીમો મેદાનમાં પ્રેક્ટિસ માટે પહોંચી હતી. બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી હતી. તેમજ જીમમાં કસરત પણ કરી હતી. 20 ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકે બંને ટીમો હોટેલ પરથી સ્ટેડિયમ જવા રવાના થઈ હતી.
આજથી શરૂ થયું ઓફલાઇનટિકિટનું વેચાણ
અત્યાર સુધી મેચ માટે ખાનગી વેબસાઈટ અને BCCIની વેબસાઈટ ઉપર જ ઓનલાઇન ટિકિટ વેચાણ થતું હતું. પરંતુ આજથી જ સ્ટેડિયમ ખાતે ઓફલાઈન ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. અહીં ટિકિટ ખરીદવા પ્રેક્ષકોનો ધસારો જોવા મળ્યો હતો અને વેઇટિંગમાં ઊભા રહેવું પડ્યું હતું. અમદાવાદવાસીઓ સૌથી મોટા સ્ટેડિયમમાં યોજાઈ રહેલી પહેલી ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચને લઈને ખુબ જ ઉત્સાહિત છે. લોકોએ 300 રુપીયાથી લઈને 1000 રૂપિયા સુધીની ટિકિટ ખરીદી હતી. ટિકિટ કાઉન્ટર પર લોકોની સુવિધા માટે 15 જેટલી વિન્ડો પણ રાખવામાં આવી હતી.
પાર્કિંગની ટિકીટ ઓનલાઈન બૂક કરવામાં તકલીફ