ગુજરાત

gujarat

ETV Bharat / city

શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ આવ્યા શિક્ષકો માટે સારા સમાચાર... - કોરોના કાળમાં જે શિક્ષકો કામગીરી

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે. જેથી અનેક પ્રાઇવેટ શાળામાંથી બાળકો સરકારી શાળામાં પ્રવેશ(Admission in Government School) લઈ રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની પ્રાથમિક શાળામાં(Primary School of Ahmedabad Municipal Corporation) 5000 જેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. આ સાથે ભવિષ્યનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ આવ્યા શિક્ષકો માટે સારા સમાચાર...
શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ આવ્યા શિક્ષકો માટે સારા સમાચાર...

By

Published : Jun 28, 2022, 5:17 PM IST

અમદાવાદ:અમદાવાદની શિક્ષણ સમિતિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં કારોનાકાળ દરમિયાન ફરજબજાવતા શિક્ષકોને પણ વેતન અપવામાટેની મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ સમિતિના પદાધિકારી સાથે શિક્ષણ સમિતિના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોરોનાકાળમાં અટકાયેલ શિક્ષકોને વેતન ચૂકવાશે

આ પણ વાંચો:શાળામાં પ્રવેશોત્સવ કે ભાજપોત્સવ...

બાળકોને સારું શિક્ષણ આપવાનો લક્ષ્યાંક -શિક્ષણ સમિતિ ચેરમેન(Education Committee Chairman), સુજલ મહેતાએ જણાવ્યું હતું કે, કોરોનાકાળ બાદ બાળકો સરકારી શાળા તરફ વળ્યા છે. અમદાવાદ નગર શિક્ષણ સમિતિ(Ahmedabad Nagar Education Committee) દ્વારા શાળાના વિકાના કામો કરવા, સ્માર્ટ શાળા બનાવમાં આવી રહી છે. કોર્પોરેશનની શાળામાં ભણતા બાળકોને તમામ પ્રકારની સુવિધા અને સર્વોત્તમ શિક્ષણ આપવાનો મુખ્ય ઉદ્દેશ છે.

કોરોનાકાળમાં અટકાયેલ વેતન ચૂકવાશે - આજ મળેલી શિક્ષણ સમિતિમાં કોરોના કાળમાં જે શિક્ષકો કામગીરી(Teachers work during Corona Time) કરી હતી. જે અમદાવાદ જિલ્લાની જે શાળા નગર શિક્ષણ સમિતિમાં જે શાળા ભળી છે. તે મળીને અંદાજિત 1500 જેટલા શિક્ષકોને 3 કરોડ જેટલી રકમની વેતનની ચુકવણી બાકી છે. તેને મંજૂરી આજની બેઠકમાં આપવામાં આવી છે.

આ પણ વાંચો:Shala Praveshotsav 2022 : પૂર્વ શિક્ષણપ્રધાને ખાનગી શાળાઓના શિક્ષકો અંગે આપ્યું વિવાદિત નિવેદન

23 હજાર બાળકો પ્રવેશ મેળવે તેવું લક્ષ્યાંક - વધુમાં જણાવ્યું હતું કે, કોરોના ઘણા બધા બાળકો પ્રાઇવેટ શાળા છોડીને સરકારી શાળામાં આવ્યા છે. આ વર્ષે પણ અનેક બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. અમદાવાદની કોર્પોરેશનની શાળામાં પહેલા ધોરણમાં 5000 જેટલા બાળકો પ્રવેશ મેળવ્યો છે. આગામી સમયમાં 1 ધોરણમાં 23 હજાર બાળકો જોડાય તેવો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details