અમદાવાદ- ગુજરાતના શિક્ષણને લઈને ખુદ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ (Gujarat Ecucation Minister Jitu Vaghani )વિવાદનો મધપુડો છંછેડ્યો છે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ બુધવારે રાજકોટના એક કાર્યક્રમમાં વિવાદિત નિવેદન (Controversial statement by Vaghani)કર્યું હતું. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ કરનારાને જીતુ વાઘાણીએ જાહેરમાં મીડિયાની હાજરીની નોંધ લઈને કહ્યું હતું કે જે લોકોને બીજા રાજ્યનું શિક્ષણ ગમે તો સર્ટિફિકેટ લઈને જતું રહેવું જોઈએ. જે નિવેદન પછી આકરા પ્રત્યાઘાત આવ્યાં છે.દિલ્હીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વીટ (Manish Sisodia Tweet ) કરી વાઘાણીને જડબાતોડ જવાબ આપતાં સરકાર હવે બચાવ પક્ષમાં આવી ગઈ છે.
રાજ્ય સરકારના પ્રવકતા જીતુ વાઘાણી છે-શિક્ષણપ્રધાન (Gujarat Ecucation Minister Jitu Vaghani )પાછા રાજ્યસરકારના પ્રવકતા છે અને તેઓ જ્યારે કાંઈ બોલે તો તે રાજ્ય સરકારનો પક્ષ કહી શકાય. પણ હવે શિક્ષણપ્રધાન ગુજરાતના શિક્ષણ અંગે નિવેદન કરીને ફસાઈ ગયા છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષભાઈ દોશીએ આકરી પ્રતિક્રિયા આપી તેમના નિવેદન પછી આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષભાઈ દોશીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતમાં શિક્ષણને સુધારવાની જગ્યાએ રાજ્ય છોડી જવાની વાત કરી રહ્યા છે, તે શિક્ષણપ્રધાનને શોભતી નથી. અને ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ ગયું છે.
આ પણ વાંચો- Controversial statement by Vaghani: વાઘાણીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કોંગ્રેસ અને AAPએ લીધા આડેહાથ
મનીષ સિસોદીયાનું ટ્વીટ- દિલ્હીના શિક્ષણપ્રધાન મનિષ સિસોદીયાએ આજે ટ્વીટ (Manish Sisodia Tweet ) કરીને કહ્યું છે કે ‘કાલે ગુજરાતના શિક્ષણપ્રધાને ગુજરાતના લોકોને ધમકી આપી છે કે જેને સારુ શિક્ષણ જોઈએ તે દિલ્હી જતાં રહે. ભાજપ 27 વર્ષથી સારું શિક્ષણ આપી શક્યું નથી. લોકોને ગુજરાત છોડીને જવાની જરૂર નથી. લોકો ગુજરાતમાં આપની સરકાર બનાવશે અને ગુજરાતમાં દિલ્હી જેવું જ શાનદાર શિક્ષણ (Good education Like a Delhi in Gujarat ) મળશે.’
આ પણ વાંચોઃ Gujarat Assembly 2022 : ગુજરાતમાં 10 નવી ખાનગી યુનિવર્સિટી બનાવવાનું બિલ પસાર, કોંગ્રેસે માર્યો કયો ટોણો જાણો
વાઘાણીની લપસી જીભ -આપને જણાવીએ કે રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના વિવાદાસ્પદ નિવેદન (Controversial statement by Vaghani)ને લઇને તેમની આકરી ટીકા થઈ રહી છે. તેમણે જેમને ગુજરાતમાં ન ગમતું હોય તો જે દેશ રાજ્યમાં ગમતું હોય ત્યાં સર્ટિફિકેટો લઇને જવાનું નિવેદન આપ્યું હતું. રાજકોટમાં ગઇકાલે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ફૂલબજાર અને શાળા નં-16નાં નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ સંબોધન કરતા જીતુ વાઘાણીની જીભ લપસી હતી અને તેમણે કહ્યું હતું કે,ગુજરાત સરકારશિક્ષણ માટે ખૂબ કામ કરી રહી છે. છતાં જે લોકોને અહીં શિક્ષણ સારું ન લાગતું હોય તો સંતાનોનાં સર્ટિફિકેટ લઈ, જે દેશ-રાજ્ય સારું લાગે ત્યાં જતાં રહે.
સોશિયલ મીડિયામાં જાગી ચર્ચા સોશિયલ મીડિયામાં જાગી ચર્ચા- સાથે જ આ મુદ્દો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે. કૌશિક કંટેચા નામના સોશિયલ મીડિયા માધ્યમ પર જીતુ વાઘાણીના નિવેદનને વખોડ્યાં હતાં. તેમણે આપના યુવા આંદોલનકારી નેતા યુવરાજસિંહ જાડેજાને છોડવાની માગણી પણ કરી હતી.