- ધનતેરસના સોના-ચાંદીની ખરીદી કરવી શુભ મનાય છે
- કોરોના બાદ સોના-ચાંદીના બજારોમાં પાછી આવી રોનક
- સોના-ચાંદીના વેચાણમાં 20થી 25 ટકા સુધીનો થયો વધારો
અમદાવાદ: કોરોના (Coronavirus)ના કારણે ગત વર્ષે દિવાળી બરાબર રીતે કોઈએ ઉજવી નહોતી, પરંતુ આ વર્ષે કોરોના સમાપ્તિને આરે છે ત્યારે ગુજરાતીઓ ડબલ જોશથી દિવાળીનો તહેવાર (Diwali Festibal) ઉજવી રહ્યા હોય તેવો માહોલ બજારોમાં જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે સોના-ચાંદી (Gold-silver)નું વેચાણ 20થી 25 ટકા વધુ થયું છે.
લગ્નસરાની સીઝનની ખરીદી નીકળી
અમદાવાદમાં સોના-ચાંદીની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતા. પુષ્ય નક્ષત્રમાં તો સોના-ચાંદીનું વેચાણ થયું જ છે, પરંતુ આજે ધનતેરસના દિવસે પણ સોના-ચાંદીનું ભારે વેચાણ થયું છે. કોરોના ઈફેક્ટ પછી લોકોની ખરીદી કરવાની પેટર્ન બદલાઈ છે. આ વખતે સોના-ચાંદીની લગડીઓનું વધુ વેચાણ નોંધાયું છે. આ સાથે દેવદિવાળી પછી લગ્નસરાની સીઝન આવી રહી છે. જેથી લગ્નોવાળા પણ ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.
અમદાવાદ સોનાચાંદી બજાર
999 ટચ સોનું - 49,300 - 49,600
99.5 ટચ સોનું - 49,100 - 49,400