- સોનાચાંદીના ભાવ સતત સાત મહિનાથી ઘટી રહ્યા છે.
- વૈશ્વિક બજારમાં પણ ભાવ ગગળ્યા છે.
- સોના ચાંદીમાં નવી ખરીદીનો અભાવ છે.
અમદાવાદઃ શહેરમાં સોનાચાંદી બજારમાં સોનાના ભાવમાં છેલ્લા સાત મહિનામાં 20 ટકાથી વધુનું ગાબડું પડ્યું છે અને ચાંદી પણ તૂટી છે. અમેરિકામાં બોન્ડમાં યીલ્ડ વધીને આવતા કોરોનાની વેક્સિન આવી ગઈ છે. વિદેશમાં તમામ સ્ટોક માર્કેટમાં તેજીનો માહોલ છે. અને વરચુલ કરન્સી બીટકોઈનમાં ભારે તેજી થઈ છે. કોરોનાના કારણે ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી ખરીદી પણ અટકી ગઈ હતી. જેથી સોનાચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે.
ગોલ્ડનો ભાવ 2074 ડોલરથી ઘટી 1714 ડોલર
વૈશ્વિક બજારમાં ગોલ્ડનો ભાવ 2074 ડોલરથી સતત ઘટીને હાલ 1714 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ સિલ્વરનો ભાવ 30.02 ડોલરથી સતત તૂટીને 25.88 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. આમ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડ સિલ્વરના ભાવ સતત ઘટી આવતા સ્થાનિકો બજારમાં સોનાચાંદીના ભાવ ઘટી રહ્યા છે. બીજી તરફ ભારત સરકારે બજેટમાં ગોલ્ડ સિલ્વર પર આયત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. જેને કારણે સોનાચાંદીના ભાવ વધુ નીચે ગયા હતા. અમદાવાદ બુલિયન બજારમાં ઓગસ્ટ 2020માં 999 ટચ સોનાનો ભાવ રૂપિયા 4,6500 છે. એટલે કે, રૂપિયા 11500નું ગાબડું પડી ચૂક્યું છે.