ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં પડતર માંગણીઓને લઈ GMERSનો સ્ટાફ હડતાળ પર - Nursing staff on strike in Ahmedabad

કોરોના મહામારીમાં સતત કામ કરતા સોલા સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ અનેક પડતર માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા એક વર્ષથી સતત કાર્ય કરવા છતા નર્સિંગ સ્ટાફના લોકોને કોઈપણ પ્રકારની મદદ જાહેર કરાઈ નથી. જેથી તેમને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

GMERS staff on strike in Ahmedabad
GMERS staff on strike in Ahmedabad

By

Published : May 12, 2021, 5:59 PM IST

  • અમદાવાદમાં GMERSનો સ્ટાફ હડતાળ પર
  • પડતર માંગણીઓને લઈ સ્ટાફ હડતાળ પર
  • માંગણીઓ સંતોષવામાં આવે તેવી અપેક્ષા

અમદાવાદ : કોરોના મહામારીના કારણે ડૉકટરો અને નર્સિંગ સ્ટાફ છેલ્લા એક વર્ષથી સતત કાર્ય કરી રહ્યા છે અને તેમની મહેનતને કારણે કોરોનાના દર્દી ઝડપથી સારવાર લઈ અને સાજા થઇ રહ્યા છે, પરંતુ નર્સિંગ સ્ટાફના લોકોનો કોઈપણ પ્રકારની મદદ જાહેર કરાઈ નથી. જેથી તમામ GMERSના તમામ નર્સિંગ સ્ટાફ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.

અમદાવાદ

આ પણ વાંચો : સોલા સિવિલ હોસ્પિટલના નર્સિગ સ્ટાફની અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ

સરકારી કર્મચારીઓને મળતા હોય છે તે તમામ લાભ મળી રહે તે માટે કર્મચારીઓ હડતાળ પર

એપ્રિલ મહિનામાં કોરોનાના કેસ ખૂબ જ હાઇપ પર હતા, ત્યારે દર્દીઓને ધારવા કરતા હતા, પરંતુ હવે જ્યારે કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થયો છે, ત્યારે નર્સિંગ સ્ટાફને પગારની સાથે તમામ જથ્થો જે સરકારી કર્મચારીઓને મળતા હોય છે તે તમામ લાભ મળી રહે તે માટે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. હવે જોવાનું એ રહે છે કે, રાજ્ય સરકાર સાથે અનેક વખત વાતચીત કરી હોવા છતાં કોઈપણ પ્રકારના ફાયદો થયો ન હોવાના કારણે હાલ આજે બુધવારથી જ તમામ નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યા છે.

અમદાવાદમાં પડતર માંગણીઓને લઈ GMERSનો સ્ટાફ હડતાળ પર

ABOUT THE AUTHOR

...view details