ગુજરાત

gujarat

ETV Bharat / city

કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા તમારૂ બેસ્ટ પરફોર્મન્સ આપો : ભાવિના પટેલ

ટોક્યો પેરા ઓલમ્પિકમાં ટેબલ ટેનિસની રમતમાં દેશને સિલ્વર મેડલ અપાવનારા ભાવિના પટેલને ત્રણ કરોડનો પુરસ્કાર આપીને ગુજરાત સરકારે તેમને સન્માનિત કર્યો હતા. આ પ્રસંગે ભાવિના પટેલે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.

કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા તમારૂ બેસ્ટ પરફોર્મન્સ આપો
કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા તમારૂ બેસ્ટ પરફોર્મન્સ આપો

By

Published : Oct 21, 2021, 7:03 PM IST

Updated : Oct 21, 2021, 9:03 PM IST

  • ટોક્યો પેરા ઓલમ્પિકમાં ટેબલ ટેનિસનીમાં સિલ્વર મેડલ જીત્યો હતો
  • ભાવિનાને ગુજરાત સરકાર તરફથી 03 કરોડનો પુરસ્કાર એનાયત
  • ભાવિનાએ ગુજરાત સરકારનો માન્યો આભાર

અમદાવાદ : ભાવિના પટેલે ટોક્યોમાં પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભાવિનાની આ જીત પર દેશભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. ભાવિનાએ કહ્યું કે, તે પોતાનું 100 ટકા પ્રદર્શન આપી શકી નથી, તેના માટે સંતુષ્ટ નથી, થોડું દુખ પણ છે, પરંતુ આ કમીને હું આગામી ટૂર્નામેન્ટમાં પુરી કરવાના પ્રયત્ન કરીશ. તેમણે કહ્યું કે, પેરાલિમ્પિક્સમાં પ્રથમ વખત કોઈ છોકરીએ ટેબલ ટેનિસમાં ઈતિહાસ રચ્યો છે, તેથી હું ખૂબ ખુશ છું. હું અહીં સુધી પહોંચી છું તેમાં ઘણા લોકોનો સપોર્ટ છે, હું તે બધાની આભારી છું. કોચે મને સખત મહેનત કરાવી છે એ માટે હું તેમનો ખાસ આભાર માનું છું. મારો મેડલ તમામ દેશવાસીઓને સમર્પિત છે.

સરકાર દ્વારા 03 કરોડ રૂપિયાથી પુરસ્કૃત કરવામાં આવ્યા

ટોક્યો પેરા ઓલમ્પિકમાં બેડમિન્ટન સિંગલ્સની રમતમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર ભાવિના પટેલને રાજ્ય સરકાર દ્વારા 03 કરોડ રૂપિયાથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આજે ગુરુવારે ભાવિનાને ચેક અર્પણ કરવા માટે રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રધાન હર્ષ સંઘવી અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા ભાવિનાના ઘરે પહોંચ્યા હતા.

પ્રશ્ન - રાજ્યના રમત અને યુવા પ્રધાને તમને શું કહ્યું ?

જવાબ - રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રધાન હર્ષ સંઘવીએ તેમને આશીર્વાદ આપ્યા હતા. આવનારી ટુર્નામેન્ટ માટે શુભકામનાઓ આપી હતી. પેરા ખેલાડીઓની સુવિધા વધારવા ખાતરી આપી હતી.

કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા તમારૂ બેસ્ટ પરફોર્મન્સ આપો : ભાવિના પટેલ

પ્રશ્ન - ફેમિલી સપોર્ટ કેટલો રહ્યો ?

જવાબ - આ પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ મેળવવો તે ફક્ત તેમને એકલાની જીત નથી, તેમાં સંપૂર્ણ કુટુંબનો સપોર્ટ રહ્યો છે. જેમાં તેમના પતિ નિકુલ પટેલ, તેમના કોચ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, અંધજન મંડળ અને તેઓ જ્યાં નોકરી કરે છે તેવા ESIC માંથી પણ તેમને આઠ મહિનાની રજા મળી હતી. આ ઉપરાંત મિત્રોએ પણ તેમનો જુસ્સો અને હિંમત વધારવાનું કાર્ય કર્યું હતું.

પ્રશ્ન - વિદેશમાં રહીને એકલા સ્પર્ધામાં ઉતરવું કેટલું અઘરું હોય છે?

જવાબ - કોઈ એક કામ માટે હાર્ડવર્ક અને તે કાર્ય માટેનું ઝનૂન જરૂરી હોય છે. આ માટે માનસિક તાકાત વધારવી જરૂરી છે.

પ્રશ્ન - ભારત અન્ય દેશોની સરખામણીએ વધુ મેડલ કેમ લાવી શકતું નથી ?

જવાબ - દેશમાં પહેલા ખેલાડીઓને સપોર્ટ અને પ્રોત્સાહન મળતું નહોતું, પરંતુ હવે માહોલ બદલાઈ રહ્યો છે. વડાપ્રધાને ખેલો ઇન્ડિયા જેવું મિશન હાથ ધર્યું છે. હવે સપોર્ટ પણ મળી રહે છે, સાધનો પણ ઉપલબ્ધ છે.

પ્રશ્ન - વડાપ્રધાને આપની સાથેની મુલાકાતમાં શું કહ્યું હતું ?

જવાબ - ઓલિમ્પિકમાં મેડલ જીતીને આવ્યા બાદ ભાવિના પટેલે દિલ્હીમાં વડાપ્રધાન સાથે મુલાકાત લીધી હતી. ત્યારે વડાપ્રધાને તેમને 'જાયન્ટ કિલર' કહ્યું હતું. વડાપ્રધાને ભાવિના સાથે બધી જ વાત ગુજરાતીમાં કરી હતી. ભાવિનાને લાગ્યું હતું કે, તે પોતાના પરિવારના વ્યકતિ સાથે વાત કરી રહી છે.

આ સાથે જ ભાવિના પટેલે આગામી સમયમાં યોજાઇ રહેલી ક્રિકેટની ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમને શુભેચ્છાઓ આપી હતી. તેમને સૌથી ઉત્તમ રમવા અને દેશ માટે રમવા અપીલ કરી હતી.

આ પણ વાંચો : વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના હસ્તે વડોદરામાં ખેલાડીઓનું સન્માન કરાયું

આ પણ વાંચો : ટોક્યો પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરાઇ

Last Updated : Oct 21, 2021, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details