ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: દિવાળીના તહેવારમાં ગીતામંદિર એસ.ટી બસ સ્ટેશનની સુરક્ષા વધુ સઘન

દિવાળીના તહેવારો શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા માહિતી મળી છે કે, આ સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં આતંકવાદી હુમલો થઈ શકે તેમ છે. સુરક્ષાનો સૌથી વધુ ખતરો જાહેર સ્થળોએ હોય છે, જેમ કે, પબ્લિક ટ્રાન્સપોર્ટ. આવા સ્થળો આતંકવાદીઓનું સોફ્ટ ટાર્ગેટ હોય છે, ત્યારે અમદાવાદના સૌથી મોટા અને વિખ્યાત એવા ગીતા મંદિર એસટી બસ સ્ટેશનની સુરક્ષાને લઈને ઇટીવી ભારતે જાણકારી મેળવી છે.

By

Published : Nov 12, 2020, 12:48 PM IST

દિવાળીના તહેવારમાં  ગીતામંદિર એસટી બસ સ્ટેશન સુરક્ષા વધુ સઘન
દિવાળીના તહેવારમાં ગીતામંદિર એસટી બસ સ્ટેશન સુરક્ષા વધુ સઘન

● દિવાળીના તહેવારમાં અમદાવાદના સૌથી મોટા એ.ટી.બસ સ્ટેશન ગીતામંદિર પર સુરક્ષામાં વધારો
● 32 CCTV કેમેરાની બાજ નજર હેઠળ ગીતામંદિર એ.ટી.બસ સ્ટેશન
● સ્થાનિક પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ

અમદાવાદ: દિવાળીના તહેવારો શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા માહિતી મળી છે કે, આ સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં આતંકવાદી હુમલો થઈ શકે તેમ છે. સુરક્ષાનો સૌથી વધુ ખતરો જાહેર સ્થળોએ હોય છે, જેમ કે, પબ્લિક ટ્રાન્સપોર્ટ. આવા સ્થળો આતંકવાદીઓનું સોફ્ટ ટાર્ગેટ હોય છે. ત્યારે અમદાવાદના સૌથી મોટા અને વિખ્યાત એવા ગીતા મંદિર એસટી બસ સ્ટેશનની સુરક્ષાને લઈને ઇટીવી ભારતે જાણકારી મેળવી.

દિવાળીના તહેવારમાં ગીતામંદિર એસટી સ્ટેશન પર ભીડ વધુ

દિવાળીના તહેવારને લઈને ગીતામંદિર એસ.ટી બસ સ્ટેશને મુસાફરની ચહલપહલ વધી છે. એસટી નિગમ દ્વારા ગુજરાતના સૌથી મોટા શહેરને ગુજરાતના ખૂણે-ખૂણે સુધી જોડવા માટે આ તહેવારોમાં વધુ બસો દોડાવવામાં આવી રહી છે. મુસાફરોના ધસારાને જોતા ટ્રાફિક કંટ્રોલ કરવો અઘરો બન્યો છે. આવા સમયે અસામાજિક તત્વો પણ સક્રિય થતા હોય છે અને પિક પોકેટિંગ, ચોરી જેવી ઘટનાઓ પણ બનતી હોય છે.

CCTV મોનીટર રૂમમાં સુધાર જરૂરી

મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા પહેલેથી જ સંપૂર્ણ બસ સ્ટેશનને 32 CCTV કેમેરાથી સજ્જ કરી રખાયું છે. જેમાંથી અત્યારે 30 CCTV કેમેરા ચાલુ હાલતમાં છે. તેના મોનીટરીંગ રૂમમાં એસ.ટી.બસ સ્ટેશનમાં થતી ગતિવિધિઓ પર મોનીટર કરવામાં આવે છે. જો કે મોનીટર રૂમની ખાસ્ત5 હાલત જોતા તેમાં સુધારની જરૂર છે. બીજી તરફ ગીતામંદિર એસટી બસ સ્ટેશન અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવે છે. અહીં એસટી બસ સ્ટેશન ઉપર પોલીસ ચોકી પણ આવેલી છે. નાની-મોટી ઘટનાઓને લગતો રિપોર્ટ એસટી બસ સ્ટેશનની પોલીસ ચોકી ઉપર જ નોંધાય છે.

દિવાળીના તહેવારમાં ગીતામંદિર એસટી બસ સ્ટેશન સુરક્ષા વધુ સઘન
છેલ્લા પાંચ દિવસમાં કોઈ અનિચ્છનીય ઘટના નહીંદિવાળીના તહેવારો દરમિયાન ત્રણ પોલીસ કોન્સ્ટેબલ એક દિવસમાં ત્રણ વખત સંપૂર્ણ એસટી બસ સ્ટેશનનો રાઉન્ડ લે છે. આ ઉપરાંત પોલીસની પીસીઆર વાન દ્વારા પણ પેટ્રોલીંગ કરવામાં આવે છે. નાની-મોટી ઘટનાઓ અંગે સીસીટીવી ફૂટેજ મંગાવીને ચેક કરવામાં આવે છે. જો કે પાછલા પાંચ દિવસ દરમિયાન એસટી બસ સ્ટેશનમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના બની નથી. આ ઉપરાંત એસટી નિગમ દ્વારા પણ ખાનગી સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. જેઓ સ્ટેશનમાં આવતા ખાનગી વાહનોનું નિયમન કરે છે. કોરોનાને લઈને વધુ તકેદારીની જરૂરઆ ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણને લઈને નિગમ દ્વારા સતત સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરાઇ છે. કર્મચારીઓ દ્વારા પણ સોસીયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે તેઓ પ્રયત્ન કરાય છે. પરંતુ આમ છતાંય મુસાફરોની વધુ ભીડને કારણે સોશિયલ ડિસ્ટન્સ જોવા મળતું નથી. બીજી તરફ એસટી સ્ટેન્ડ ઉપર કોર્પોરેશન દ્વારા નિયત માત્રામાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે, એસટી સ્ટેન્ડમાં મુસાફરો મુક્ત રીતે આવ-જા કરી શકતા હોવાથી વધુ સુરક્ષાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details