ગુજરાત

gujarat

ETV Bharat / city

યુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, શું છે કહાની - Junagadh Girl Rape Case

અમદાવાદ કોલેજમાં ભણતી યુવતીએ પ્રેમસબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ મિત્ર સાથે મળીને અપહરણ કરીને દુષ્કર્મ(Ahmedabad Rape Case) આચર્યું હતું. બે વર્ષ બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી બે મિત્રો સહિત 3ની કરી ધરપકડ(Three people arrested) તરી હતી. કોણ છે આ આરોપી?

યુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, શું છે કહાની
યુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, શું છે કહાની

By

Published : Jul 9, 2022, 10:17 PM IST

અમદાવાદ:શહેરમાં એક યુવતી અમદાવાદ કોલેજમાં ભણતી હતી. તેનો પરિચય જૂનાગઢ રેલવે સ્ટેશન(Junagadh Railway Station) પર તેનો પરિચય એક યુવાન સાથે થતા ગાઢ પ્રેમસંબંધ બંધાયા હતા. કેતને લગ્નની લાલચ આપી અવાર નવાર અલગ અલગ અનેક જગ્યાઓએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસે આરોપી બે મિત્રો સહિત 3ની કરી ધરપકડ(Three people arrested) તરી હતી.

પોલીસે આરોપી બે મિત્રો સહિત 3ની કરી ધરપકડ

યુવતી અમદાવાદ કોલેજમાં ભણતી હતી - પોલીસ કસ્ટડીમાં દેખાતા આરોપી કેતન ડેર, હુસેન રફાઈ તથા અન્ય એક આરોપીની મહિલા પોલીસે જૂનાગઢ અને પોરબંદરથી દુષ્કર્મ અને ધમકી આપવામાં ગુનામાં(Crimes of misdemeanor and intimidation) ધરપકડ કરી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો વર્ષ 2016માં જૂનાગઢ રહેતી યુવતી(Junagadh Girl Rape Case) અમદાવાદ કોલેજમાં ભણવા આવી ત્યારે વાસણામાં પીજીમાં ભાડે રહી દર પંદર દિવસે અપડાઉન કરતી હતી.

આ પણ વાંચો:અધૂરી તપાસે પરિવારને કર્યો વેરવિખેર, દીકરી સાથે દુષ્કર્મ કેસમાં નિર્દોષ પિતાની હૃદય કંપાવતી આપવીતી...

લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યો -આ દરમિયાન વર્ષ 2017માં જૂનાગઢ રેલવે સ્ટેશન પર તેનો પરિચય કેતન સાથે થયો હતો. આ બાદમાં બન્ને વચ્ચે ગાઢ સંબંધ બંધાયા હતા. આરોપી કેતને લગ્નની લાલચ આપી અવાર નવાર અલગ અલગ અનેક જગ્યાઓએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યો હતો. વર્ષ 2020 સુધી આરોપીએ અવાર નવાર આમ દુષ્કર્મ ગુજાર્યો હતો. આ દરમિયાન યુવતીને જાણ થઈ કે કેતન પરિણીત છે. જેથી કેતને કોઈને ન કહેવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું.

યુવતીએ જૂનાગઢમાં કરી ફરિયાદ -ભોગ બનનાર યુવતી અને આરોપીના પ્રેમ સબંધમાં કેતન પરિણીત હોવાની જાણ થતાં યુવતીને ધમકી મળી હતી. યુવતીએ જૂનાગઢમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પરત લેવા કેતન અને હુસેન રફાઈએ યુવતીનું અપહરણ કરી કોડીનાર એક ગામમાં અનેક મહિનાઓ સુધી ગોંધી રાખી અને અવાર નવાર કેતન અને હુસેન જમવા આપવાના બહાને તેની પર દુષ્કર્મ ગુજાર્યો હતો. યુવતીએ ભાગવાની કોશિશ કરી પણ સફળ થઈ ન હતી.

ડોક્યુમેન્ટમાં પિતા તરીકે તેનું નામ લખાવ્યું - વર્ષ 2021માં યુવતીને દુખાવો થતા તેને હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યાં તેને ગર્ભ હોવાની જાણ થઈ અને દીકરીને જન્મ પણ આપ્યો હતો. જ્યાં આરોપી કેતને યુવતી પર દુષ્કર્મ થયો તેવું કોઈને ખબર ન પડે તે માટે ડોક્યુમેન્ટમાં પિતા તરીકે તેનું નામ લખાવ્યું હતું.

આ પણ વાંચો:Rape Case in Kodinar : 8 વર્ષની માસુમ પર દુષ્કર્મ કરી હત્યા, ગામજનોમાં હાહાકાર

આરોપી કેતન રેલવેમાં ગાર્ડ છે -હુસેન રીક્ષા ચલાવે છે. રેલવેમાં ગાર્ડ હોવાથી યુવતી સાથે સ્ટેશન પર તેની મુલાકાત થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે સમગ્ર બાબતોને લઈને પુરાવા એકઠા કરી તપાસ શરૂ કરી છે. બીજી તરફ યુવતીને માસિક(menstrual problem to women ) આવતું ન હોવાથી ગર્ભની જે તે સમયે જાણ ન થતા તપાસમાં ડોકટરના નિવેદન અને પુરાવા કબ્જે કરવા પોલીસે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details