અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં GIHEDનો 3 દિવસીય પ્રોપર્ટી શૉ (GIHED Property Show 2022) યોજાયો હતો. આ શૉના સમાપન પ્રસંગે રવિવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Minister Rajendra Trivedi in GIHED Property Show) અને વિકાસ પ્રધાન વિનોદ મોરડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, કોરોનાના કારણે 2 વર્ષ પછી આ પ્રોપર્ટી શૉનું (GIHED Property Show 2022) આયોજન કરવામાં આવ્યું હતું. અહીં લોકોએ બાંધકામ ક્ષેત્રે પડતી સમસ્યાઓ અંગે પણ મુખ્યપ્રધાનને રજૂઆત (Builders appeal to CM) કરી હતી.
ક્રેડાઈ મહિલા વિંગનું લોન્ચિંગ મુખ્યપ્રધાન પ્રોપર્ટી શૉમાં રહ્યા ઉપસ્થિત આ પણ વાંચો-CREDAI President Social Media Post: વડોદરા ક્રેડાઈના પ્રમુખની કઈ સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ થયો?
પ્રોપર્ટી શૉમાં 2 દિવસમાં 80,000 લોકોએ આપી હાજરી
અમદાવાદ ક્રેડાઈના (CREDAI Ahmedabad) પ્રમુખ તેજસ શાહે જણાવ્યું હતું કે, આ પ્રોપટી શૉમાં (GIHED Property Show 2022) 2 દિવસ દરમિયાન 80,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. અહીં અમદાવાદના પ્રખ્યાત બિલ્ડરોના સ્ટોલના પ્રોજેકટ પણ રાખવામાં આવ્યા હતા. તો અહીં બાંધકામ ક્ષેત્રે પડતી સમસ્યાઓ અંગે મુખ્યપ્રધાનને (Builders appeal to CM રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ લોકોએ ચૂંટણી પહેલા એટલે કે ઓક્ટોબર સુધીમાં સમસ્યાનું નિવારણ આવે તેવી માગ કરી હતી.
ચૂંટણી પહેલા બિલ્ડરોની સમસ્યા નિવારવા CMને રજૂઆત આ પણ વાંચો-સ્ટીલ અને સીમેન્ટના ભાવમાં વધારો થતા બિલ્ડરોનો વિરોધ, કલેક્ટરને અપાયું આવેદન
ક્રેડાઈ મહિલા વિંગનું લોન્ચિંગ
આ શૉના સમાપન પ્રસંગે મુખ્યપ્રધાનના હસ્તે ક્રેડાઈ મહિલા વિંગનું પણ લોન્ચિંગ (Launch of CREDAI Women Wing) કરવામાં આવ્યું હતું. આમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત વિવિધ શહેરના ક્રેડાઈની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. અહીં મુખ્યપ્રધાને તમામ બિલ્ડરોને પોતાની એક વીઘાં જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવાનું આહ્વાન કર્યું હતું. સાથે જ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી કેમિકલયુક્ત ખોરાકથી બચી શકાશે.