- રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
- 1,30,388 વિદ્યાર્થીઓ પૈકી 1,14,193 વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા
- 1,14,193 વિદ્યાર્થીઓ માંથી ફક્ત 31,785 વિદ્યાર્થીઓ પાસ
ગાંધીનગર : કોરોનાથી બીજી લહેર દરમિયાન ધોરણ-12 સામાન્ય પ્રવાહના રેગ્યુલર વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારના નોટિફિકેશન પ્રમાણે રાજ્ય સરકારે માસ પ્રમોશન જાહેર કર્યું હતું પરંતુ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવા રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી હતી. રીપીટર વિદ્યાર્થીઓનું આજે(સોમવાર) રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં 1,30,388 વિદ્યાર્થીઓ પૈકી 1,14,193 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી આ પરીક્ષા આપનારા કુલ વિદ્યાર્થીઓમાંથી ફક્ત 31,785 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.
16,195 વિદ્યાર્થીઓ પરીક્ષા જ ન આપી
રાજ્ય શિક્ષણ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી પ્રમાણે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં કુલ 1,30,388 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી ફક્ત 1,14,193 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 16,195જેટલા વિદ્યાર્થીઓ સમગ્ર પરીક્ષા દરમિયાન ગેરહાજર રહ્યા હતા.
આ પણ વાંચો : શ્રાવણ મહિનાની પૂનમે અમનાથ યાત્રાની સમાપન પૂજા કરવામાં આવી
વિદ્યાર્થીનીઓનું પરિણામ 43.96 ટકા
ધોરણ 12 સામાન્ય પ્રવાહની રીપીટર પરીક્ષામાં વિદ્યાર્થીનીઓએ બાઝી મારી છે. 12 સામાન્ય પ્રવાહમાં કુલ 35.98 ટકા વિદ્યાર્થીઓ અને 43.96 ટકા વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં પાસ થયા છે.
ધોરણ 12 રીપીટરનું પરિણામ