ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત સરકારના બજેટને GCCIએ આવકાર્યું - ગુજરાત સરકાર

ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવકારવામાં આવ્યું છે. આ સાથે GCCI પ્રમુખે જણાવ્યું હતું કે, બજેટમાં બધા જ લોકોને રાજી રાખવા મુશ્કેલ છે, તો સરકાર દ્વારા રોજગારીને લઈને જે જણાવાયું છે, તેનાથી વધારે ફાયદો થશે.

GCCI
GCCI

By

Published : Mar 3, 2021, 9:02 PM IST

  • ટેક્સટાઇલ પોલિસી હેઠળ ઉદ્યોગોને 1500 કરોડની સહાય અપાઇ
  • ઉદ્યોગ અને ખાણ વિભાગમા રૂપિયા 6599 કરોડની જોગવાઈ
  • મેગા ટેક્સટાઇલ પાર્ક, મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, બલ્ક ટ્રક ઇન્ડસ્ટ્રીયલ પાર્કથી ઉદ્યોગોને વેગ મળશે : GCCI

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આવકાર્યું છે. ત્યારે GCCIના પ્રમુખ નટુ પટેલ જણાવ્યું હતું કે, સરકારે કોરોના કાળમાં સરાહનીય બજેટ રજૂ કર્યું છે. આ સાથે ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રીઝ માટે મોટી જોગવાઈ પણ કરી છે. રાજયમાં બે મેગા ટેક્સટાઇલ પાર્ક, જંબુસરમાં બલ્ક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, રાજકોટમાં મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ટેક્સટાઇલ પોલિસીમાં 1500 કરોડની જોગવાઈ, ઉદ્યોગ અને ખાણ વિભાગમાં 6500 કરોડની જોગવાઈ, ઉર્જા અને પેટ્રોકેમિકલ માટે 13034 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મેગા ટેક્સટાઇલ પાર્ક, મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, બલ્ક ટ્રક ઇન્ડસ્ટ્રીયલ પાર્કથી ઉદ્યોગોને વેગ મળશે : GCCI

સરકાર દ્વારા નાના ઉદ્યોગોને આગળ લાવવા, તેને પ્રોત્સાહન માટે મોટી જોગવાઈ કરી

GCCIના સેક્રેટરી સચિન પટેલે લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને અંગે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નાના ઉદ્યોગોને આગળ લાવવા, તેને પ્રોત્સાહન માટે મોટી જોગવાઈ કરી છે. જેમાં વિવિધ યોજનાઓ થકી 1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. દહેજ, સાયખા, અંકલેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધીકા ઉદ્યોગ વસાહતને સંપૂર્ણ સુવિધા સાથે મોડેલ તરીકે વિકસાવવામાં આવશે, જેનાથી નાના ઉદ્યોગોને મોટો ફાયદો થશે.

સરકારની આવકમાં 40 ટકાનો ઘટાડો થયો

સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે બજેટમાં પણ વધારો કરાયો, તો સરકારની આવકમાં 40 ટકાનો ઘટાડો થયો હોવા છતાં પણ બજેટમાં વધારો કરાતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરકારની સરાહના કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details