અમદાવાદએક તરફ ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચતા સામાન્ય અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે, તેવામાં ખાલી ગેસ સિલિન્ડર લાવી તેમાં ઓછો ગેસ ભરીને સિલિન્ડરની કાળા બજારી કરતા એક યુવકની પોલીસે ધરપકડ કરી છે. અગાઉ ગેસ એજન્સીમાં નોકરી કરતા યુવકે સિલિન્ડરની કાળા બજારી શરૂ કરતાની સાથે જ પોલીસે તેની ધરપકડ કરી છે.
આરોપી યુવક સિલિન્ડરની મૂળ કિંમત કરતા પણ વધુ કિંમતે બ્લેકમાં વેચી દેતો હતો અમદાવાદમાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ગેસ રિફિલ કરીને ઊંચા ભાવે કાળાબજારી કરવાની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે.. પરંતુ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બહેરામપુરામાં એક શાકભાજીની રેકડી લગાવતા યુવકે શોર્ટકટમાં પૈસા કમાવા માટે ગેસ સિલિન્ડરમાં ઓછું ગેસ કરી તેને સિલિન્ડરની મૂળ કિંમત કરતા પણ વધુ કિંમતે બ્લેકમાં વેચી હજારો રૂપિયાની રોજની આવક મેળવવાનું શરૂ કર્યું હતું. જોકે આ મામલે પોલીસને જાણ થતા જ પોલીસે બહેરામપુરા વિસ્તારમાં રહેતા અનિલ ઉર્ફે ટીનો પરમાર નામના યુવકની ધરપકડ કરી છે.
આ પણ વાંચો આણંદમાં સરકારી અનાજ સગેવગે કરાતા પહેલા ગામનાં યુવાનોએ સમગ્ર કૌભાંડ ખુલ્લું પાડ્યું
ગેસ એજન્સીમાં નોકરી કરતો હતો આરોપીપોલીસે આરોપી પાસેથી ત્રણ ગેસ ભરેલા સિલિન્ડર અને ત્રણ ખાલી સિલિન્ડર કબજે કર્યા છે.. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે પકડાયેલો આરોપી અનિલ પરમાર અગાઉ ગેસ એજન્સીમાં નોકરી કરતો હતો, ત્યાંથી નોકરી છૂટી જતા તે જમાલપુર શાકમાર્કેટમાં શાકભાજીની રેકડી લગાવતો હતો.પરંતુ ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચે તેણે પોતાની પાસે રહેલા ત્રણ ગેસના સિલિન્ડરમાંથી અન્ય ખાલી ગેસ સિલિન્ડરમાં એક નાની પાઇપથી ગેસ રિફિલ કરતો હતો. ઓછું ગેસ રિફિલ કરી સિલિન્ડરને બજારભાવ કરતા પણ ઊંચી કિંમતે વેચી નાખતો હતો જેમાં તે દરરોજના 600 રૂપિયા કમાતો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો રાંધણ ગેસના કાળાબજારનો આ રીતે થયો પર્દાફાશ
કેટલા લોકોને ગેસ વેચ્ચો તેની તપાસ શરુહાલ તો કાગડાપીઠ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરે છે, ત્યારે આ ગુનામાં આરોપીની સાથે ગેસ એજન્સીનો કોઈ કર્મચારી સામેલ છે કે કેમ અથવા તેણે અત્યાર સુધીમાં કેટલા ગેસને રીફીલ કરીને કાળા બજારી કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.