ગુજરાત

gujarat

ETV Bharat / city

Garbage Heaps In Kankaria Ahmedabad: ઘૂમા-કાંકરિયામાં આવેલા કચરાના ઢગલા દૂર કરવા આદેશ, રિવરફ્રન્ટ પર બંધ CCTV કેમેરા ચાલું કરાશે - અમદાવાદ સ્માર્ટ સિટી સીસીટીવી કેમેરા

AMC દ્વારા અમદાવાદ રિવર ફ્રન્ટ પર બંધ હાલતમાં રહેલા 42 CCTV કેમેરા ચાલું કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ ઘૂમા અને કાંકરિયામાં આવેલા કચરાના ઢગલા (Garbage Heaps In Kankaria Ahmedabad) દૂર કરવાનું કહેવામાં આવ્યું છે. તો AMCના કર્મચારીઓને રૂમ છોડતા પહેલા AC-પંખા બંધ કરીને જવાનું કહેવામાં આવ્યું છે.

Garbage Heaps In Kankaria Ahmedabad: ઘૂમા-કાંકરિયામાં આવેલા કચરાના ઢગલા દૂર કરવા આદેશ, રિવરફ્રન્ટ પર બંધ CCTV કેમેરા ચાલું કરાશે
Garbage Heaps In Kankaria Ahmedabad: ઘૂમા-કાંકરિયામાં આવેલા કચરાના ઢગલા દૂર કરવા આદેશ, રિવરફ્રન્ટ પર બંધ CCTV કેમેરા ચાલું કરાશે

By

Published : Feb 24, 2022, 10:42 PM IST

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘૂમા અને કાંકરિયા પર આવેલા કચરાના ઢગલા (Garbage Heaps In Kankaria Ahmedabad) તાત્કાલિક દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ અમદાવાદ રિવફ્રન્ટ (Ahmedabad sabarmati riverfront) પર 42 CCTV કેમરા ચાલું કરવાની સૂચના આપવામાં આવી. એટલું જ નહીં, અમદાવાદ કોર્પોરેશન (ahmedabad municipal corporation)ના તમામ કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, કર્મચારી પોતાનો રૂમ છોડતા પહેલા પંખા અને AC બંધ કરીને નીકળે.

સાબરમતી રિવરફ્રન્ટના 42 CCTV કેમરા ચાલું કરવાની સૂચના આપવામાં આવી.

TDR મુદ્દે હિતેશ બારોટની પ્રતિક્રિયા

TDR અંગે વિપક્ષે કરેલા આક્ષેપ અંગે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી (AMC Standing Committee)ના ચેરમેન હિતેશ બારોટે વાત કરતા જણાવ્યું હતું કે, વિપક્ષ આક્ષેપ કરે તે નવાઈ નથી. આ કામ 2018ની પોલિસી અંતર્ગત આપેલું છે. 576 મકાનના એકપણ માલિક પાસેથી પૈસા લેવામાં આવશે નહીં. જે મકાનની કિંમત 32થી 35 લાખ જેવી ગણીએ તો 576 મકાન પેટે કોર્પોરેશને TDR રૂપે 25 કરોડ રૂપિયા જે મોટી રકમ આપવાની થાય છે.

આ પણ વાંચો:Congress Opposition Leader resigns: કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ આપ્યું રાજીનામું, પ્રભારી પર કર્યા આક્ષેપો

48 કરોડથી વધુ આ મકાનોના બાંધકામ પાછળ થશે

વધુમાં તેમણે જણાવ્યું કે, તેની સામે 3200 ચોરસ ફૂટ પ્લોટ આપવાનો થાય છે. કિમંત કરતા કુલ ખર્ચ 48 કરોડથી વધુ આ મકાનોના બાંધકામ પાછળ થશે. કોર્પોરેશને જગ્યા આપી છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત કુલ 6000થી વધુ કેમેરા (Ahmedabad smart city cctv camera) લગાવવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને રિવરફ્રન્ટ (CCTV Camera At Sabarmati Riverfront) પર લગાવવામાં આવેલા 42 કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો:AMCના પાર્કિંગ પ્લોટમાં આગ, 36 વાહનો બળીને થયા ખાખ

રિવરફ્રન્ટ પરના સીસીટીવી શરૂ કરવાના આદેશ

રિવરફ્રન્ટ પર લાગેલા કેમેરા બંધ અવસ્થામાં છે. આ કેમેરા આગામી ટૂંક જ સમયમાં ફરીવાર કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત ઘૂમા અને કાંકરિયા પર આવેલા કચરાના ઢગલા તાત્કાલિક ઉપાડવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ અમદાવાદ કોર્પોરેશનમાં કામ કરતા તમામ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે, કર્મચારીઓએ પોતાનો રૂમ છોડતા પહેલા પંખા અને AC બંધ કરીને નીકળવાનું રહેશે. આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details