ગુજરાત

gujarat

ETV Bharat / city

લૉ ગાર્ડન પાસે ખરીદી માટે ગરબા પ્રેમીઓની ભારે ભીડ, કચ્છી ભરતકામ બન્યું સૌથી મોટું આકર્ષણ - covid cases gujarat

નવરાત્રિના મહાપર્વને ગણતરીના દિવસો (Navratri Festival) બાકી હોવાથી ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ (Garba lover) જોવા મળી રહ્યો છે. આ વખતે ગરબાના પરંપરાગત પહેરવેશના ભાવમાં 25 ટકા જેટલો વધારો થયો હોવા છતાં લોકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. સાથે જ વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

લૉ ગાર્ડન પાસે ખરીદી માટે ગરબા પ્રેમીઓની ભારે ભીડ, કચ્છી ભરતકામ બન્યું સૌથી મોટું આકર્ષણ
લૉ ગાર્ડન પાસે ખરીદી માટે ગરબા પ્રેમીઓની ભારે ભીડ, કચ્છી ભરતકામ બન્યું સૌથી મોટું આકર્ષણ

By

Published : Sep 22, 2022, 10:13 AM IST

અમદાવાદકોરોનાના કારણે (covid cases gujarat ) આખરે 2 વર્ષ પછી આ વખતે ધામધૂમથી નવરાત્રિના મહાપર્વની (Navratri Festival) ઉજવણી કરાશે. આ વખતે ફરી એક વાર ગરબા પ્રેમીઓ (Garba lover) નવેનવ દિવસ ગરબા રમશે. ત્યારે ગરબાપ્રેમીઓમાં નવરાત્રિને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના લૉ ગાર્ડન ખાતે પણ પ્રખ્યાત ગરબાના પરંપરાગત પહેરવેશની ખરીદી (traditional dress for Navratri) કરવા લોકોની ભીડ ઉમટી રહી છે. જોકે, આ વખતે કિંમતમાં 25 ટકા જેટલો વધારો થયો હોવા છતાં લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે. આ સાથે જ વેપારીઓમાં પણ ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સરેરાશ 1500થી 2000 સુધીનો ભાવ

લૉ ગાર્ડન ખરીદી માટે પ્રખ્યાત રાજ્યભરમાંથી નવરાત્રિના (Navratri Festival) પરંપરાગત વસ્ત્રો (traditional dress for Navratri) ખરીદવા લોકો લૉ ગાર્ડન આવતા હોય છે. ત્યારે આખરે 2 વર્ષ પછી મોટા પાયે ગરબાનું આયોજન થવાનું હોવાથી લોકો પણ ખરીદી કરી રહ્યા છે. તેના કારણે વેપારીઓની આવક વધી રહી છે.

લૉ ગાર્ડન ખરીદી માટે પ્રખ્યાત

2 વર્ષ બાદ નવરાત્રિનો ઉત્સાહઆ અંગે ગરબાપ્રેમી (Garba lover) દિપભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના 2 વર્ષ (covid cases gujarat) સુધી લોકો ઘરે નવરાત્રિ (Navratri Festival) યોજાઈ રહી છે. આના કારણે ખૂબ જ ઉત્સાહ છે. માર્કેટમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. આ વખતે ગરબા રમવાનો ઉત્સાહ અલગ જ પ્રકારનો હોવાથી ક્લાસીસમાં (garba classes in ahmedabad) જઈને અલગ પ્રકાર સ્ટેપ શીખ્યા છે. આ વખતે અમે સુરતી, કાઠિયાવડી જેવા સ્ટેપ્સ શિખીને મિત્રો સાથે અલગ અલગ પાર્ટી પ્લોટમાં જઈને ગરબા રમવા જઈશું.

2 વર્ષ બાદ નવરાત્રિનો ઉત્સાહ

કચ્છી ભરતકામ છવાયુંવેપારી સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષમાં પહેલી વાર આટલી મોટી સંખ્યા લોકો ખરીદી કરી રહ્યા છે. તેમાં કચ્છી વર્ક કરેલી ટોપી, ભરત ભરેલી છત્રિ, પાઘડી, દાંડિયા અનેક નવી વેરાઈટી બજારમાં જોવા મળી રહી છે. સાથે જ કાપડ અને અન્ય ચીજવસ્તુ પર ભાવવધારો (traditional dress for Navratri) થતા આ વખતે કિંમતમાં 20થી 25 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. તેમ છતાં પણ લોકો ભારે ઉત્સાહપૂર્વક લોકો ખરીદી કરી રહ્યા છે.

કચ્છી ભરતકામ છવાયું

સરેરાશ 1500થી 2000 સુધીનો ભાવઆ વખતે દરેક ચીજવસ્તુના ભાવ વધતાની સાથે જ ચણિયા ચોરીનો પણ ભાવ વધ્યો છએ. સરેરાશ જોડીની વાત કરીએ તો, 1,500થી 2,000 રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે. સાથે અન્ય ભરત ભરેલી ટોપી, છત્રિની પણ કિંમત 500થી 700 રુપિયાની આસપાસ જોવા મળી (traditional dress for Navratri) રહી છે. એટલે વેપારીવર્ગમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

ABOUT THE AUTHOR

...view details