અમદાવાદ: કોરોના મહામારીને લઈને સરકારે નવરાત્રિ ન કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને તમામ લોકો આવકારી રહ્યા છે. કારણ કે, કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકારે લીધેલો નિર્ણય હાલ પૂરતો લોકો યોગ્ય માની રહ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય સરકાર દ્વારા ઉજવાતો રાજ્યકક્ષાનો નવરાત્રિ મહોત્સવ નહીં ઉજવાય તેવી સત્તાવાર જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
અમદાવાદના ગરબા કલાકારો PPE કીટમાંથી બનાવેલ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબા રમ્યા - રાજ્યકક્ષાનો વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ
આ વર્ષે નવરાત્રિની મંજૂરી મળી નથી, પરંતુ ગરબા રસિકો ગરબા રમીને ઘરે જ પોતાના શોખ પુરા કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના ગરબા રસિકોએ PPE કીટના ગરબા ડ્રેસ બનાવ્યા છે અને તે પહેરીને તેઓ ગરબા રમ્યા હતાં.
આ વર્ષે ઓનલાઇન ગરબા થવાના છે. ખુલ્લા મેદાનમાં ગરબા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે ઘણા ગરબા રસિકો નિરાશ થયા છે. પરંતુ તેમ છતાં સરકારના આ નિર્ણયને આવકારી અલગ રીતે ગરબા રમવા પ્રયાોસ કરી રહ્યાં છે. ઓનલાઇન ગરબામાં પણ કંઈક નવું કરી ગરબાની જે તલબ તેમને છે તે પુરી કરવાની કોશિષ કરી રહ્યા છે.
આ પણ વાંચો : નવરાત્રિ-દુર્ગા પૂજા અંગેની ગાઈડલાઈન જાહેર, જુઓ બીજા રાજ્યોમાં શું નિયમો રહેશે..?
અમદાવાદના કલાકાર અનુજ મુદલિયાર દ્વારા તેમના ગરબા ગ્રૂપ એ.એમ.પર્ફોર્મિંગ આર્ટ દ્વારા કોરોના કાળમાં (PPE) personal protective equipment કીટમાંથી ગરબાના ડ્રેસ બનાવવામાં આવ્યા હતા. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત ઘણા અનેક રાજનેતાઓ, સરકારી અધિકારીઓ અને કોરોના વૉરિયર તરીકે કામ કરતા ડોકટર મીડિયા અને સોશિયલ વર્કર ને અભિનંદન પાઠવતા મેસેજ સાથેનો ડ્રેસ બનાવી ગરબા કર્યા હતાં.
- અમદાવાદ થી કેમેરામેન મુકેશ ડોડીયા સાથે મનન દવે નો વિશેષ અહેવાલ.