- વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ નોંધાયો ગુનો
- 9 આરોપીઓ પૈકી 5 આરોપીઓની કરાઈ ધરપકડ
- આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, લૂંટ, સહિત દારૂના ગુનાઓ નોંધાયેલા છે
- લોકોને જાહેરમાં મારીને પોતાનું વર્ચસ્વ બતાવતી હતી ગેંગ
અમદાવાદ: પોલીસે ગિરફ્તાર કરેલા આ શખ્સોના નામ છે- ઝહીર કુરેશી, અસલમ ખાનજાદા, વસીમ સિપાહી, સરફરાજ સિપાહી, આરીફ મંડળી. અમદાવાદ જિલ્લા સહિતના ત્રણ જિલ્લાઓમાં ફેક્ચર ગેંગ તરીકે કુખ્યાત છે. આ ગેંગમાં કુલ 9 શખ્સો સામેલ છે. જેમાં મુખ્ય સફી કુરેશી આરોપી તરીકે પોલીસની તપાસમાં સામે આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી વધુ ચાર ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જેમાં મુખ્ય આરોપી સફી કુરેશી, વસીમ બાડો, વસીમ બોળો અને મોહસીન બાટલો ફરાર છે. આરોપીઓ સામે 43 જેટલી ફરિયાદો અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે
આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરીતની ધરપકડ કરી
અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ગેંગ હતી સક્રિય
ફેક્ચર ગેંગની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો અમદાવાદ જિલ્લા સહિત હિંમતનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ શહેરમાં કુલ 43 ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. જેમાં શરીર સંબંધી, મિલકત સંબંધી, ધાડ, લૂંટ, અપહરણ, હત્યાનો પ્રયાસ, પશુઓની હત્યા, રાયોટિંગ, હથિયારોની હેરાફેરી સ્ત્રીઓ પર અત્યાચાર, સરકારી કર્મચારી પર હુમલા અને મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરવાના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.