અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ ગણેશ ચતુર્થીને લઈને સતર્ક બની છે. શહેરભરમાંથી પોલીસને 328 જેટલા નાના મોટા આયોજકોએ મંજૂરી માંગતા આપી દેવાઈ છે. જ્યારે 19 જેટલી શોભાયાત્રા બે ઝોનમાંથી નીકળવાની છે તેની પણ અરજીઓ પોલીસ પાસે આવી છે.
બંદોબસ્તનું બ્રિફિંગ કરી દેવાયું બીજીતરફ ગણેશ ચતુર્થીના બંદોબસ્તને લઈને તમામ પોલીસ અધિકારી અને સ્ટાફને બ્રિફિંગ કરી દેવાયું છે. સાથે જ દરેક ઝોનમાં સુપરવાઇઝરી અધિકારી ડીવાયએસપી પીઆઇ પીએસઆઇ અને સ્ટાફ તહેનાત રહેશે. 3 હજારથી વધુ હોમગાર્ડ તહેનાત રહેશે. તો 10 એસઆરપી કંપની હતી અને 1 કંપની વધુ સ્ટેટ કંટ્રોલ તરફથી આપવામાં આવી છે. ત્યારે શહેર પોલીસે વિસર્જન દરમિયાન લોકોને કેટલીક અપીલ પણ કરી છે.