ન્યુઝ ડેસ્કઆ વર્ષનો ગણેશોત્સવ 31મી ઓગસ્ટ 2022થી શરૂ થઈ રહ્યો છે. ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના તહેવારને ગણેશ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. દરમિયાન લોકો ખૂબ જ ધામધૂમથી અને ઢોલના નાદ સાથે બાપ્પાને ઘરે લાવે છે. ગણેશોત્સવના દિવસોમાં દરેક જગ્યાએ બાપ્પાનું નામ સંભળાય છે. ગણપતિને બુદ્ધિ અને શુભતાના દેવતા માનવામાં આવે છે. તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે, જ્યાં પણ બાપ્પાનો વાસ હોય છે ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે. આ વર્ષે ગણપતિ બાપ્પાનું આગમન (auspicious time to Lord Ganesha welcome) ખૂબ જ શુભ છે.
આ પણ વાંચોગણેશોત્સવના કારણે લોકોમાં ભારે ઉત્સાહ
ગણેશની પૂજાથી તમામ પરેશાનીઓનો નાશ ભાદ્રપદ મહિનામાં શુક્લ પક્ષની પંચાંગ ચતુર્થી તિથિ (Ganesh Chaturthi tithi) અનુસાર 30 ઓગસ્ટ 2022 ના રોજ બપોરે 3:34 વાગ્યે શરૂ થતા આ બે શુભ યોગ છે. આ તારીખ બીજા દિવસે 31 ઓગસ્ટે બપોરે 3:23 વાગ્યે સમાપ્ત થાય છે. ઉદય તિથિ અનુસાર 31મી ઓગસ્ટ ગણેશોત્સવની શરૂઆત માનવામાં આવશે. આ દિવસે બે શુભ યોગ બની રહ્યા છે. બુધવાર ગણેશજીને સમર્પિત છે અને આ વર્ષનો ગણેશોત્સવ પણ બુધવારથી શરૂ થઈ રહ્યો છે. આ ઉપરાંત ગણેશ ચતુર્થી પર રવિનો યોગ (Ganesh Chaturthi Yog) છે. આવી સ્થિતિમાં ગણેશ ચતુર્થીનું મહત્વ (Significance of Ganesh Chaturthi) વધુ વધી જાય છે. રવિ યોગ 31 ઓગસ્ટના રોજ સવારે 06:06 થી 01 સપ્ટેમ્બરના રોજ સવારે 12:12 સુધી છે. રવિયોગમાં ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ પરેશાનીઓનો નાશ થાય છે.