- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં યોજાઈ સ્ટેન્ડિંગ કમિટિની બેઠક (Standing Committee)
- બેઠકમાં ગાંધી આશ્રમમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટનું (Infrastructure development in Gandhi Ashram) કામ તાકીદમાં કરાયું મંજુર
- વર્લ્ડ બેન્કની (World Bank) લોન મેળવવા કન્સલ્ટન્ટની નિમણુંક માટેના કામને પણ મળી મંજૂરી
અમદાવાદઃ શહેરના ગૌરવસમા ગાંધી આશ્રમનું નવીનીકરણનું (Renovation of Gandhi Ashram) કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કરશે. ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) સ્ટેન્ડિંગ કમિટીની (Standing Committee) બેઠક યોજાઈ હતી, જેમાં આ માટેનું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં(Standing Committee) લાવી તાકીદે મંજૂર કરવામાં આવ્યું હતું. આમ, તો ગાંધી આશ્રમ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ (Gandhi Ashram Central Government Project) છે અને તેને ડેવલપ કરવાની કામગીરી HCPને સોંપવામાં આવ્યું છે, પરંતુ તેમાં AMCના DyMCની નિમણૂક કરવામાં આવી છે. તેમ જ પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગ અહીં ડિપોઝીટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ કરવાની કામગીરી કરશે.
આ પણ વાંચોઃલાલ દરવાજાના AMTS બસ ટર્મિનલને અપાશે Heritage look, 6.5 કરોડના ખર્ચે બસ ટર્મિનલની થશે કાયાપલટ
ગાંધી આશ્રમના નવીનીકરણ માટે 273 કરોડનો અંદાજિત ખર્ચ થશે
ગાંધી આશ્રમના નવીનીકરણ માટે 273 કરોડનો અંદાજિત ખર્ચ થશે. AMC ગાંધી આશ્રમમાં રોડ ડ્રેનેજ અને પાણી માટેની કામગીરી કરશે. ડિઝાઇનનું કામ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા કન્સ્ટલન્ટને આપવામાં આવશે. તો બીજી તરફ વર્લ્ડ બેન્ક પાસેથી 3,000 કરોડ રૂપિયાની લોન કન્સલ્ટન્ટ નીમવાનું કામ બે વાર કમિટીમાં રિજેક્ટ થયા બાદ હોસ્કોનિં કંસલટિંગ કંપનીમાં(Hosco Consulting Company) 4.70 કરોડ રૂપિયાના ઓછા ભાવે આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃEtv Bharat Exclusive Interview: આણંદમાં નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી સાથે ખાસ વાતચીત
ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીમાં ઉગ્ર વાતાવરણ
AMC સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ઉગ્ર બની હતી, જેનું કારણ વેન્ટિલેટર હતું. મહત્ત્વનું છે કે, કાઉન્સીલરના બજેટમાંથી મંગાવવામાં આવેલા વેન્ટિલેટરને લઈ કમિટીમાં વિવાદ સર્જાયો હતો. સામાન્ય રીતે એક કોર્પોરેટરનું 5 લાખ રૂપિયાનું બજેટ વેન્ટિલેટર માટે ફળવામાં આવ્યું હતું, જેના કુલ 8.5 કરોડ રૂપિયાનું બજેટ એકઠું થતા 250 વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા હતા. જોકે, કાઉન્સીલર્સ આ ખરીદીને લઈ કમિટી પાસે હિસાબ માગ્યો હતો અને રજૂઆત કરી હતી કે, જનતા અમારી પાસે હિસાબ માગે છે અમને બજેટ અંગે હિસાબ આપો. સમગ્ર બાબતે સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, બેઠકમાંકોઈ ઉગ્રતા નહતી થઈ. કાઉન્સીલર્સે માત્ર રજૂઆત કરી હતી. સમગ્ર વેન્ટિલેટર ખરીદીની પ્રક્રિયા મેટ દ્વારા કરવામાં આવી છે.