ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતીઓ શ્રાવણમાં લાખો રૂપિયાનો જુગાર રમ્યાં, કુલ 442 જુગારીઓ પાસેથી મોટો દલ્લો કબજે

શ્રાવણ મહિનો એટલે જુગારીઓની Shravan Gambling in Gujarat મોસમ. ત્યારે જન્માષ્ટમી 2022માં જુગાર એટલે કે સાતમઆઠમના તહેવારના દિવસો દરમિયાન રાજ્યમાં અંદાજે 442થી પણ વધુ જુગારીઓની ધરપકડ Gamblers caught in Ahmedabad , કરવામા આવી છે. ત્યારે પોલીસ Ahmedabad Police, દ્વારા આ વર્ષે કડક ચેકીંગ કરવામાં આવ્યું હતું.અમુક જગ્યાએ સ્થાનિક પોલીસની શંકાસ્પદ ગતિવિધ પણ જાણવા મળે છે

ગુજરાતીઓ શ્રાવણમાં લાખો રૂપિયાનો જુગાર રમ્યાં, કુલ 442 જુગારીઓ પાસેથી મોટો દલ્લો કબજે
ગુજરાતીઓ શ્રાવણમાં લાખો રૂપિયાનો જુગાર રમ્યાં, કુલ 442 જુગારીઓ પાસેથી મોટો દલ્લો કબજે

By

Published : Aug 22, 2022, 2:42 PM IST

અમદાવાદજન્માષ્ટમી 2022માં જુગાર રમવાની કુપ્રથા આ વર્ષે પણ જોવા મળી છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં 24 કલાકમાં પોલીસે દરોડા પાડી 150થી વધુ જુગારીઓને ઝડપી લઇ 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદમાં જુગારીઓ પકડાયાં તેમાં સૌથી વધારે એરપોર્ટ અને ઓઢવમાંથી જુગારીયાઓ Gamblers caught in Ahmedabad, પકડાયા જ્યારે સૌથી ઓછા ગોમતીપુર અને મેઘાણીનગર વિસ્તારમાંથી ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ નરોડામાં વિજિલન્સની રેડમાં સ્થાનિક અમદાવાદ પોલીસ Ahmedabad Police ની શંકાસ્પદ ગતિવિધિ હોવાનું વિજિલન્સ પાસેથી જાણવા મળી રહ્યું છે.

અમુક જગ્યાએ સ્થાનિક પોલીસની શંકાસ્પદ ગતિવિધ પણ જાણવા મળે છે

જુગારધામ પર દરોડાશહેરમાં સાતમઆઠમના તહેવાર Shravan Gambling in Gujarat માં સંખ્યાબંધ જગ્યાએ જુગારરમાઇ રહ્યો હોવાનું સામે આવ્યું. તહેવારમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ પૂર્વમાં 179 જેટલા જુગારીયાઓને શ્રાવણમાં લાખો રૂપિયાનો જુગાર રમતા રંગેહાથ ઝડપી Gamblers caught in Ahmedabad પાડ્યા છે. તમામ લોકો પાસેથી રૂ.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ એરપોર્ટ, સરદારનગર, નરોડા, બાપુનગર ,ગોમતીપુર, દાણીલીમડા, દરિયાપુર, અમરાઈવાડી, ઇસનપુર, કાગડાપીઠ, ક્રિષ્ણાનગર, રખિયાલ, રામોલ, નિકોલ, ઓઢવ, શાહીબાગ વટવા જીઆઇડીસી જેવા વિસ્તારોમા પોલીસે જુગારધામ પર દરોડા પાડ્યાં હતાં.

શ્રાવણમાં લાખો રૂપિયાનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવાયાં

કચ્છમાં કેટલા પકડાયાંરાજ્યમાં કચ્છ જિલ્લામાં સાતમ આઠમ નિમિત્તે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાંથી પોલીસે બે દિવસમાં જુગાર રમતા 14 Gamblers caught in Kutch લોકોને 59,750ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.જેમાં ધાણેટી ખાતેથી 6 લોકોને પધ્ધર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન રોકડ 16,900 અને 5 મોબાઇલ ફોન કિંમત 7,000 મળીને કુલ 23,900ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરીને 6 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

નારણસરી ગામમાં આવેલ રામજી મંદિરવાળી ગલી તથા ગણપતિ મંદિરવાળી ગલી એમ બે અલગ અલગ જગ્યાએથી લાકડીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા બંને જગાએથી 4-4 લોકો મળીને કુલ 8 લોકોને રોકડ 16,450 અને 19,400 મળીને કુલ 35,850ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને તમામ આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો ખેતમજૂરોને ખેલાડી બનાવી IPL જેવી ટુર્નામેન્ટ યોજી, રશિયામાં રમાડ્યો કરોડોનો સટ્ટો

જુનાગઢમાં કેટલા પકડાયાં સાતમ આઠમના તહેવારને લઈને જુનાગઢ પોલીસે જુગાર રમતા જુગારીઓ પર ઘોંસ બોલાવતા જુનાગઢ શહેર સહિત જિલ્લામાંથી પાછલા તહેવારો દરમિયાન કુલ 66 જેટલા જુગારીઓ Gamblers caught in Junagadh જાહેરમાં અને અન્ય ખાનગી જગ્યા પર જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે જુગારીઓ પાસેથી કુલ પાંચ લાખ 20 હજાર કરતાં વધુનો મુદ્દા માલ પોલીસે કબ્જે કર્યો છે સાતમ આઠમના તહેવાર દરમિયાન જુગારીઓ જુગાર રમવાને લઈને ખૂબ જ બેબાંકળા બનતા હોય છે પરંતુ પોલીસે જુગારીઓની નિયત પર ઘોષ બોલાવીને જુગારના અડ્ડામાંથી જુગારી પકડી પાડ્યા છે.

આ પણ વાંચોઃ State Monitoring Cell In Lunawada: લુણાવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગાર ધામ ઝડપાયું

સુરતીઓ કેટલું રમ્યાં જુગાર સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં 16 જુગારનાં કેસો કરવામાં આવ્યા છે જેમાં 113 જુગારીઓની ધરપકડ Gamblers caught in Surat કરવામાં આવી છે. 17 મી ઓગસ્ટના રોજ 3 જુગાર કેસમાં 20 જુગારીઓની ધરપકડ કરાઈ છે . 18 મી ઓગસ્ટના રોજ 3 કેસમાં 15 જુગારીઓની ધરપકડ કરાઈ છે જયારે આઠમના રોજ 10 કેસમાં 113 જુગારીઓ ઝડપાયાં હતાં.

સાતમઆઠમના તહેવારમાં લોકોમાં જુગાર રમવાની કુપ્રથા જળવાઇ રહી છે

ભાવેણાંવાસીઓ પણ ખૂબ રમ્યાંભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે પોલીસ તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં ચાંપતી નજર રાખવામાં આવી હતી. તીન પત્તીના જુગારના શોખીન લોકોને ઝડપવા માટે પોલીસે છેલ્લા બે દિવસમાં અનેક Gamblers caught in Bhavnagar લોકોને ઝડપી લીધા છે જેમાં 70 જેટલા જુગારના કેસો નોંધ્યા છે. જ્યારે પ્રોહીબિશન નીચે પોલીસ તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં 29 જેટલા દારૂના પણ કેસ નોંધાયા છે. તો આ રીતે રાજ્યભરમાં જુગારીઓ સામે અનેક જિલ્લા તાલુકામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જ્યારે સૌથી વધુ અમદાવાદમાં જુગારીઓ Gambling in Janmashtami 2022 ઝડપાયા છે.

ABOUT THE AUTHOR

...view details