- સાયન્સ સિટી ખાતે ત્રણ નવા પ્રોજેક્ટ ડેવલોપ કરવામાં આવ્યા
- ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોજેક્ટના લોકાર્પણ કરે તેવી સંભાવના
- એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને, નેચર પાર્કનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું
અમદાવાદ: સાયન્સ સીટી ખાતે એકવેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને, નેચર પાર્કનું ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ત્રણેય ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરે તેવી સંભાવનાઓ છે. સાયન્સ સિટીમાં ડેવલોપ કરવામાં આવેલા આ ત્રણેય પ્રોજેક્ટ બાળકોથી લઇ તમામ વયની વ્યક્તિઓમાં પર્યાવરણ અને વિજ્ઞાન ક્ષેત્રે રોમાંચ ઊભા કરે તેવા પ્રકારનું ડેવલોપમેન્ટ કરવામાં આવ્યુ છે. આ પ્રોજેસ્ટ કુલ 400 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ લીધી મૂલાકાત
પ્રોજેક્ટ ડેવલોપ થતાં અગાઉ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ એક્વેટિક ગેલેરી અને રોબોટિક ગેલેરીની મુલાકાત લીધી હતી. આ એક્વેટિક ગેલેરીમાં દેશ-વિદેશની જુદી જુદી માછલીઓની પ્રજાતિઓ લાવવામાં આવી છે જેમાં વિશાળ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. મહત્વનું છે કે એક્વેટિક ગેલેરીની સાથોસાથ અહીં નેચર પાર્કનો પણ ડેવલોપ કરવામાં આવ્યો છે. જેમાં વનસ્પતિની વિવિધતા જાતિઓને તેમજ એવા પ્રાણી કે જેવો હાલ લુપ્ત થયા હોય તેમના સકલ્પચર અહીં મુકવામાં આવ્યા છે.
સાયન્સ સિટી ખાતે ગેલેરી એકવેટિક, રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું ટૂંક સમયમાં થશે લોકાર્પણ આ પણ વાંચો : અમદાવાદ સાયન્સ સિટી ખાતે 250 કરોડના ખર્ચે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક શરૂ થશે
આઠ હેક્ટરમાં બનાવવામાં આવ્યો નેચર પાર્ક
ગુજરાતના અમદાવાદના સાયન્સ સિટી ખાતે આઠ હેક્ટરમાં નેચર પાર્ક નિર્માણ પામ્યું છે. જે પશ્ચિમ અમદાવાદનું સૌથી મોટું જાહેર ઉદ્યાન તરીકે જાણીતું થશે. આ પાર્કમાં 7 હેકટર જગ્યામાં વિવિધ પ્રકારના છોડ તથા વૃક્ષો જે વિવિધતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. એક હેકટરમાં આવેલા વોટર બોડીમાં મુલાકાતીઓ નોકા વિહારની પણ મજા માણી શકશે. નેચર પાર્ક ખાતે મુખ્ય આકર્ષણમાં બટરફ્લાય ગાર્ડન, ગાર્ડન ઓફ કલ્ચર, ઓક્સિજન પાર્ક, ભૂલભૂલૈયા ગાર્ડન, યોગ આ ગાર્ડન, જોગિંગ પાર્ક, વોકિંગ પાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા, તથા વિવિધ સેલ્ફી પોઇન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ-2020નો શાનદાર પ્રારંભ
1100 સ્ક્વેર મીટરમાં બનાવવામાં આવી રોબોટિક ગેલેરી
અહીં એક્વેટિક ગેલેરીની નજીક રોબોટિક ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં રોબોટિક ટેકનોલોજીના અતિ આધુનિક યુગનું પ્રદર્શન કરવામાં આવશે મુલાકાતીઓને અત્યાધુનિક રોબોટિક ક્ષેત્રને સમજવામાં અને જાણવામાં ખૂબ જ રસ પડશે. પ્રવેશ દ્વારે એક વિશાળ રોબોટિક્સ સંકલ્પચર મૂકવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ એક પ્રકારની માનવ રોબોટ ક્રિયાપ્રતિક્રિયા માટે બનાવવામાં આવ્યું છે. ગેલેરીમાં આવતા મુલાકાતીઓને સામાજિક અભિગમવાળા હ્યુમનોઈડ રિસેપ્શન રોબોટ દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે. બાળકોથી લઇ તમામ વ્યક્તિઓને રોબોટિક ટેકનોલોજી નો ઉત્તમ અનુભવ અહીં થઈ શકશે.