- ફંગસની જાણકારી અંગે ETV Bharatની ટીમ દ્વારા જાણીતા ડોક્ટર યોગેશ ગુપ્તા સાથે ખાસ વાતચીત
- કોરોનાની સારવાર બાદ સાજા થયેલા દર્દીઓને ફંગસના ઇન્ફેકશન
- કોરોનાની મહામારીમાં ફંગસના પ્રમાણમાં વધારો થયો
- દરેક લોકોમાં ફંગસનું પ્રમાણ હોવાથી શરીરમાં ઇમ્યુનિટી ઘટતા ફંગસનો થાય છે ફેલાવો
અમદાવાદ:રાજ્યમાં કોરોનાની મહામારીને લઈને કોરોનાગ્રસ્ત દર્દીઓને લાંબા સમય સુધી વેન્ટીલેટર કે એન્ટીબાયોટીક અથવા તો સ્ટિરોઈડ આપવામાં આવે છે. તેવા દર્દીઓને કોરોનામાંથી રિકવર થયા બાદ ફંગસનું ઇન્ફેક્શન થયું હોય તેવા કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. જોકે, હાલમા બ્લેક, વ્હાઇટ અને યેલો ફંગલના કેસ સામે આવી રહ્યા છે. આ બાબતે, ETV Bharatની ટીમ દ્વારા અમદાવાદના જાણીતા ડોક્ટર યોગેશ ગુપ્તાની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. તેમણે આ જાણકારી આપતા કહ્યું હતું કે, ફંગસનો રોગ કોરોના પહેલા પણ લોકોને થતો હતો. ફંગસ રંગના આધારે નક્કી કરવામાં આવતો નથી. તે ક્યાં ભાગમાં અને ક્યાં પ્રકારનો છે તેના આધારે નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચો:બ્લેક ફંગસ ફક્ત ભારતમાં જ કેમ ફેલાઈ રહી છે? નિષ્ણાતોનું શું કહેવું છે જાણો
કઈ રીતે રંગના આધારે નામ આપવામાં આવ્યા ?
- બ્લેક ફંગસ: મોઢા, આંખ, નાક, ગળાના ભાગમાં ફંગસ થાય, તો તે ભાગ બ્લેક થઈ જાય છે. તેના આધારે બ્લેક ફંગસ કહેવામાં આવે છે.
- વ્હાઇટ ફંગસ: શરીરનાં બહારના ભાગે કે, ગુપ્ત અંગમાં ફંગસ થાય તો તે ભાગમાં વ્હાઇટ થઈ જાય છે. તેના આધારે વ્હાઇટ ફંગસ કહેવામાં આવે છે.
- યેલો ફંગસ: શરીરના કોઈ પણ અંદરના ભાગમાં ફંગલ ઇન્ફેક્શન લાગે તો તેની આજુબાજુના ભાગમાંથી પીળા રંગનું પ્રવાહી નીકળે છે. જેના આધારે યેલો ફંગસ કહેવામાં આવે છે.
જાણો મેડીકેલમાં કુલ કેટલા પ્રકારના હોય છે ફંગસ ?
સૌથી પહેલું બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસ (Mucormycosis) , એસ્પરજીલસ (Aspergillus), કેન્ડી ડિયાસીસ(Candidiasis ), આ ત્રણ પ્રકારના ફંગલ હાલના સમયમાં વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આ ફંગસ મેડિકલના ઇતિહાસમાં 100 વર્ષ કરતાં પણ વધારે જૂના છે. આ ફંગસ હાલ કોરોનાના સમયમાં જ સામે આવ્યા હોય તેવું નથી. આ પહેલા પણ ફંગસના દર્દીઓ સામે આવતા હતા. પરંતુ, કોરોનાની મહામારીમાં ફંગસના પ્રમાણમાં વધારો થયો છે. ફંગસ વાતાવરણમાં સામાન્ય રીતે પણ જોવા મળે છે.
આ પણ વાંચો:બ્લેક અને વ્હાઈટ ફંગસની સારવાર શક્ય છે : નિષ્ણાતો