અમદાવાદઃ શહીદ વીર સપૂત રજનીશ પટણીના મૃતદેહને સવારે 8:30 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં આર્મીના અધિકારીઓ અને પોલીસ દ્વારા અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું
અમદાવાદમાં શહીદ જવાનની અંતિમયાત્રા યોજાઈ રજનીશ પટણીના પરિવારમાં તેમના માતાપિતા ઉપરાંત એક ભાઈ અને એક બહેન છે. તેમના પિતા અને બહેને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ તેમના મૃતદેહને તેમના નિવાસસ્થાન અમરાઈવાડી ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સ્થાનિક નિવાસીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દુઃખદ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલે તેમના પરિવારને દિલસોજી પાઠવી હતી. અમદાવાદમાં શહીદ જવાનની અંતિમયાત્રા યોજાઈ તેમના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને એક સૈનિકને છાજે તેમ તિરંગામા લપેટીને દેશભક્તિના ગીત સાથે નજીકમાં આવેલા ચામુંડા સ્મશાન ગૃહ ખાતે લઇ જવાયો હતો. તિરંગામાં લપટાયેલા તેમના મૃતદેહને જોઈને ઘણા લોકોની આંખો ભીંજાઈ આવી હતી. એક વીર સપૂતને છાજે તેવી રીતે તેમની અંતિમ વિદાય યોજવામાં આવી હતી.